Tapi mitra news:છેલ્લાં ત્રણ મહિનાથી કોરોના વાયરસની સામે લોકો જજુમી રહ્ના છે. ત્યારે સરકાર દ્વારા અવનવા નિયમો બહાર પાડી લોકોને તેનો અમલ કરાવ્યો છે. લોકોએ પણ કોરોના વાયરસમાં સરકારને સંપુર્ણ સાથ સહકાર આપ્યો છે. પરંતુ અનલોક થયા બાદ સરકાર દ્વારા લોકોને કોઇપણ જાતની રાહત આપવામાં આવી નથી. કામ ધંધા શરૂ થયા નથી ત્યાં તો લાઇટ બિલ, વેરા બિલ અને સ્કુલની ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્ના છે. તેવા સમયે કોગ્રેસ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્ના છે. પુણા વિસ્તારમાં કોગ્રેસ દ્વારા આ તમામ મુદ્દે વિરોધ કરવાની સાથે થાળી-વેલણ વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.
સરકાર દ્વારા કોરોના વાયરસમાં લોકોને રાહત આપવાના બદલે તેઓના પર વિવિધ વેરા બિલ , લાઇટ બિલ ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્ના છે. ખાસ કરીને સ્કુલની ફી મુદ્દે પણ વાલીઓ પર દબાણ થઇ રહ્ના છે. તેવા સમયે કોગ્રેસે બુધવારે ચોકબજાર ખાતે સરકારની નિષ્ફળતા અને લોકોને પડેલા બોજને લઇ વિરોધ નોધાવવામાં આવ્યો હતો. ગુરૂવારે સુરત કોગ્રેસ દ્વારા પુણા વિસ્તારમાં વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં લાઇટ બિલ, વેરા બિલ અને શિક્ષણ ફીના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિવિધ બેનરો સાથે વિરોધ નોધાવ્યો હતો. છેલ્લાં અઠવાડીયાથી સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલમાં જે રીતે ભાવ વધારો કરવામાં આવી રહ્ના છે તેમાં પ્રજાની હાલત વધુ કફોડી બની છે.પુણા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં થાળી વેલણ વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. તમામ મુદ્દે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application