Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સામાન્ય વ્યક્તિ પણ ચૂંટણી પંચને પૂરાવા સાથે ફરિયાદો મોકલી શકે છે: ઓળખ ગુપ્ત રાખવામાં આવશે

  • June 04, 2018 

નવી દિલ્હી:ચૂંટણીમાં ગેરરીતિઓને ઉઘાડા પાડનારની ઓળખ ગુપ્ત રાખવામાં રખાશે તેવી મુખ્ય ચૂંટણી અધિકારી ઓમપ્રકાશ રાવતે ખાતરી આપતા તેમણે જણાવ્યું છે કે,ચૂંટણી પંચની મોબાઇલ એપ થકી 'આવા વીડિયો પંચને મોકલનાર વ્યક્તિઓની ઓળખ જાહેર નહિ કરવા માટે પગલા લેવામાં આવશે. ચૂંટણી પંચની મોબાઇલ એપ થકી સામાન્ય વ્યક્તિ પણ ચૂંટણી પંચને પૂરાવા સાથે ફરિયાદો મોકલી શકે છે'સામાન્ય વ્યક્તિ ચૂંટણી પંચને પૂરાવા સાથે ફરિયાદો જ્યાંથી મોકલે છે તે જ સમયે ચૂંટણી પંચ જ્યાંથી વીડિયો મોકલાયો છે સ્થળ નક્કી કરીને ત્વરિત પગલાં ભરશે.હવેથી દરેક ચૂંટણીમાં આ સિસ્ટમને અનુસરવામાં આવશે.રાજકીય પક્ષો દ્વારા ઇવીએમના ચેડાની ફરિયાદો અંગેની ટિપ્પણીના જવાબમાં મુખ્ય ચૂંટણી અધિકારી ઓમપ્રકાશ રાવતે કહ્યું હતું કે 'સિસ્ટમની સંકલન પર શંકા થઇ શકે તેવું કંઇ જ નથી.આવા આક્ષેપો એ છટકબારી માટેનો એક માર્ગ છે.'લોકસભા અને વિધાનસભાની એકસાથે ચૂંટણી મામલે રાવતે કહ્યું હતું કે,આને કારણે બંધારણ, કાયદા અને વહીવટી જરૂરિયાતમાં ધરખમ ફેરફારો કરવા પડશે.આ તમામ અંગેની જાણકારી સરકારને આપી દેવાઇ છે.કાયદા મુજબ ઇસી ગૃહ પૂર્ણ થયા પહેલાના છ મહિના સુધી કોઇ જાહેરનામું જારી ન કરી શકે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application