Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જીલ્લા રમત ગમત કચેરીમાં લાખો રૂપિયાનો ભ્રસ્ટાચાર:કમિશ્નર શ્રી ડી.ડી.કાપડિયા સમગ્ર બાબતથી વાકેફ કે પછી સેટીંગ ડોટ કોમ...!! તપાસનો વિષય

  • June 18, 2020 

Tapi mitra news:વલસાડ જીલ્લા રમત ગમત કચેરીના જવાબદાર અધિકારીઓએ મોટાપાયે ભ્રસ્ટાચાર આચર્યું હોવાની ચોંકવનારી માહિતી પ્રકાશમાં આવી છે. ત્યારે ભ્રસ્ટાચારીઓને ઝડપી પાડી દાખલારૂપ કાર્યવાહી કરતું એકમાત્ર સક્ષમ એસીબી વિભાગના પ્રમાણિક અધિકારીઓ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે. આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડ જીલ્લા રમત ગમત કચેરીમાં ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓએ તેમના વિસ્તારમાં યોજેલા સંસ્કૃતિક કાર્યક્રમો તેમજ શિબિરોમાં મોટાપાયે ભ્રસ્ટાચાર આચયું હોવાની ચોંકવનારી માહિતી પ્રકાશમાં આવી છે, સરકાર દ્વારા ગ્રાંટ સ્વરૂપે ફાળવવામાં આવતી મોટી રકમ પોતાના મળતિયાઓ સાથે મળી બારોબાર ચાઉં કરી જતાં હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતની જાણ ગાંધીનગર બિરાજમાન યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઇન્ચાર્જ કમિશ્નર શ્રી ડી.ડી.કાપડિયા સાહેબના ધ્યાનમાં ના હોય તે વાત પણ ગળે ઉતરે તેમ નથી. કારણ કે વલસાડ કચેરી દ્વારા વાર્ષિક અહેવાલ વડી કચેરીએ રજુ કરવામાં આવતતો જ હોય છે. માત્ર ઓડીટ નથી થતું, તે એક તપાસનો વિષય બન્યો છે. અહીં ફરજ બજાવતા જવાબદાર અધીકારીઓએ છેલ્લા બે વર્ષ દરમિયાન કરેલ તમામ લેવડ દેવડ અને તેઓની બેનામી સંપત્તિઓની તપાસ કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે. ત્યારે એકમાત્ર સક્ષમ એસીબી વિભાગના પ્રમાણિક અધિકારીઓ દ્વારા આ બાબતે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો કેટલાક શાળાના સંચાલકોના નામ પણ ઉજાગર થઇ શકે તેમ છે તેમાં કોઈ બે મત નથી. એટલું જ નહી પરંતુ કચેરી દ્વારા યોજાયેલ શાળાકીય રમતોમાં કરવામાં આવેલ ખર્ચ તેમજ વાર્ષિક ટેન્ડર અનુસાર ઈજારદારોને આપવામાં આવેલ કામો પણ વર્કઓડરથી બિલકુલ વિપરીત થયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ બાબતે જાગ્રત નાગરિક દ્વારા એસીબી વિભાગ સહિત ઉચ્ચસ્તરીય ફરિયાદની તજવીજ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તપાસનો રેલો ક્યાં શુધી જાય છે ? તે તો આવનારા સમયમાં જ જોવાનું રહ્યું. શરત માત્ર એટલી છે કે,પ્રમાણિક અધિકારીઓ દ્વારા તપાસ થવી જોઈએ...(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application