Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં પોઝીટીવ કેસ નોંધાતા એ.પી.સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરાયા

  • June 17, 2020 

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના ટાઉન પોસ્‍ટ ઓફિસ વિસ્‍તારમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ તાત્‍કાલિક અસરથી એ.પી.સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરી તા.૧૪/૦૭/૨૦૨૦ સુધી કેટલાક કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. જે અનુસાર વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકામાં ટાઉન પોસ્‍ટ ઓફીસની પાછળ આવેલા પારસમણિ એપાર્ટમેન્‍ટના રૂમ નં.૫૦૨ને એ.પી.સેન્‍ટર અને પારસમણિ એપાર્ટમેન્‍ટ એ-વીંગ અને બી-વીંગના તમામ હદ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ એરીયા જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર પ્રતિબંધિત કરવામાં આવી છે. આ વિસ્‍તારોના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ચીફ ઓફિસર, વાપી દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડશે.આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા સાથે સંકળાયેલા વ્‍યક્‍તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્‍યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્‍યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે તેઓ તથા સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં.આ હુકમનો ભંગ કરના વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application