Tapi mitra news:વલસાડ જિલ્લાના રોજગારવાંચ્છુક ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી, વલસાડ ખાતે રોજગાર સેવાનો લાભ મેળવવા માટે નામનોંધણી કરાવી હતી, પરંતુ કોરોના વાઇરસન ફેલાતા સમગ્ર ભારતમાં લોકડાઉન થવાથી રોજગાર કચેરીઓની સેવાઓ મુલતવી રહી હતી. જેના લીધે ઉમેદવારો રોજગાર કચેરીમાં તેમના નામનોંધણી રીન્યુઅલ કરી શકયા ન હતા. આ ઉમેદવારોના નોંધણી રીન્યુઅલ કરવાની મુદત તા.૩૧/૦૮/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. જે ધ્યાને લઇ રોજગારવાંચ્છુકોએ નિયત સમયમાં રોજગાર કચેરી, વલસાડ ખાતે નામ નોંધણી રીન્યુઅલ કરાવી લેવા રોજગાર અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application