Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં વરસાદના આગમન સાથે જ ધરતીપુત્રો વાવેતરમાં જોડાયા 

  • June 17, 2020 

Tapi mitra news:લોકડાઉન પુરુ થતા લોકો રોજગાર-ધંધામાં જોડાઇ ગયા છે. સાથે વર્ષાઋતુના આગમનની સાથે જ ધરતીપુત્રો ખેતી કામમાં જોતરાય ગયા છે. વલસાડ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થઇ રહ્યો છે. વલસાડ જિલ્લામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદ સમયસર શરૂ થવાના કારણે ખેડૂતો વાવેતરની શરૂઆત સમયસર કરી શકયા છે. જુન મહિનાની શરૂઆતથી આજ દિન સુધી સમગ્ર જિલ્લામાં કુલ-૮૫૮ હેકટરમાં વાવેતર કરાયું છે. તાલુકાવાર વાવેતરની વિગત જોઇએ તો, ધરમપુરમાં ૨૭૪, કપરાડામાં ૩૧૫, પારડીમાં ૮૫, ઉમરગામમાં ૬૦, વલસાડમાં ૧૦૦ અને વાપીમાં ૨૪ હેક્‍ટર વિસ્‍તારમાં વાવેતર કરાયું છે. જિલ્લામાં ડાંગરનો પાકનું ધરૂની શરૂઆત ૬૫૦ હેકટરમાં તથા આદિવાસીઓનું પ્રિય ધાન્‍ય રાગી(નાગલી) તથા અન્‍ય ધાન્‍ય ૧૨ હેકટરમાં શરૂઆત થઇ છે. તુવેર ૫૦ હેકટર, અડદ ૧૫ તથા અન્‍ય કઠોળમાં ચોળી તથા પાપડી વગેરે ૪૨ હેકટરમાં તથા શાકભાજી ૪૩ હેકટર જયારે ઘાસચારાનું ૪૬ હેકટરમાં વાવેતર કરવામાં આવ્‍યું છે.-(આલેખન- વૈશાલી જે. પરમાર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application