Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોમાસુ થોડાજ દિવસોમા આખા રાજ્યમાં આવી પહોંચશે

  • June 04, 2018 

પ્રિમોન્સૂન ગતિવિધના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.રવિવારે દક્ષિણ ગુજરાતના સુરત સહિત તાપી,ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાએ વાવાઝોડા સાથે પધરામણી કરી હતી.અત્યાર સુધીમાં રાજ્યના સાત મોટા શહેરોમાં વરસાદ પડ્યો છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.છેલ્લા ઘણા દિવસોથી તાપમાન ૪૦ ડિગ્રીની ઉપર જઈ રહ્યું હતું તેની વચ્ચે અચાનક તાપમાનમાં ઘટાડો આવતા લોકો ઠંડક તો મળી જ છે.ઉપરાંત તેની સાથે સારો વરસાદ થવાની આશા પણ બંધાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ,અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે.જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. જો કે ૧૦ થી ૧૩ જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાની સાથેસાથે ચોમાસુ બેસી જવાની પણ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.જો કે ગુજરાત પર પવનની સાથેસાથે ભેજનુ પણ પ્રમાણ વધી રહ્યુ છે.જેના કારણે ગરમીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે,અને ભેજના કારણે બફારાનુ પ્રમાણ વધ્યુ છે.ચોમાસુ થોડા જ દિવસોમાં આખા રાજ્યમાં આવી પહોંચશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application