Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરીક્ષા રદની માંગ સાથે એનએસયુઆઇના કુલપતિની ચેમ્બરની બહાર ધરણા

  • June 17, 2020 

Tapi mitra news:કોરોનાની મહામારીના કારણે વિદ્યાથીઓના સ્વાસ્થ્ય ને લઈને પરીક્ષા મોકૂફ કરવા માટે થઈ રહેલા વિરોધમાં એનએસયુઆઇના કાર્યકરો જ્યાં સુધી પરીક્ષા મોકૂફનો પરિપત્ર રદ નહિ થાય ત્યાં સુધી કુલપતિની ઓફીસની બહાર ધરણા પર બેઠા છે. આગામી ૨૫ મી જૂનથી નર્મદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે.જેને લઇને એબીવીપી,એનએસયુઆઇ તથા સેનેટ સિન્ડિકેટ સભ્યો દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે. જેમાં એનએસયુઆઇએ ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યા બાદ બુધવારે સવારથી એનએસયુઆઇના ભાવેશ રબારીમનીષ દેસાઈ સહિતના કાર્યકરો કુલપતિની ઓફીસની બહાર ધરણા પર બેસી ગયા છે.તેમના જણાવ્યા મુજબ,કોરોનાના કારણે વિદ્યાથીઓને પરીક્ષા આપવી મુશ્કેલ છે. આથી અમો એ માંગ કરી હતી કે ક્યાં તો માસ પ્રમોશન અપાવું ક્યાતો ઓનલાઇન પરીક્ષા લેવી જોઇએ.અને આ બંનેમાંથી કોઈ વિકલ્પ નહિ હોય તો પરીક્ષા મોકૂફ રાખવી જોઇએ. પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ હુકમ નહીં થતાં બુધવારે ધરણા પર બેઠા છે. અને જ્યાં સુધી કુલપતિ ૨૫ મી શરૂ થનારી પરીક્ષા રદ કરવાનો પરીપત્ર જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી એનએસયુઆઇના કાર્યકરો કુલપતી ઓફિસમા ધરણા પર બેસી રહીને વિરોધ શરૂ કરવાનું નક્કી કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application