Tapi mitra news:સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વિધીસર ચોમાસાનું આગમન થઇ ચુકયુ છે. છેલ્લાં ત્રણ દીવસથી સુરત સહિત જીલ્લામાં રાત્રિથી લઇ સવાર સુધી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં ૧૨ કલાકમાં કામરેજ અને ઓલપાડમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકયો છે. જયારે સુરત શહેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. આમ છેલ્લાં ત્રણ દિવસથી પડેલા વરસાદના કારણે લોકોને કંઇક અંશે ગરમી માંથી રાહત મળી છે. પરંતુ બપોર પછી અસહ્ના બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સુરત શહેર સહિત જીલ્લામાં ત્રણ દિવસથી મેઘરાજાની એન્ટ્રી થઇ છે. જો કે ચોમાસુ હજુ બેઠુ નથી તેવું ફલડ કંટ્રોલ દ્વારા જાણવા મળ્યુ છે. નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે સુરત સહિત રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે સુરત સહિત જીલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ છે. રાત્રિના ત્રણ વાગ્યા પછી બુધવારે સવાર સુધી સુરત સહિત જીલ્લામાં ધોધમાર વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જોકે વરસાદ થંભી જતાં વરસાદ ઓસરી ગયા હતા. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં દેમાર વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં બે થી ત્રણ ફુટ જેટલા પાણી ભરાઇ ગયા હતા. છેલ્લાં ૩ દિવસથી પડેલા વરસાદથી અસહ્ના ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. છેલ્લાં ૧૨ કલાક દરમ્યાન બારડોલીમાં ૮ મીમી, ચોર્યાસીમાં ૩૮ મીમી, કામરેજમાં ૫૪ મીમી, મહુવામાં ૧૭ મીમી, માંડવીમાં ૧૧ મીમી, માંગરોળમાં ૩૨ મીમી, ઓલપાડમાં ૫૦ મીમી, પલસાણામાં ૧૩, મીમી, સુરત શહેરમાં ૧૨ મીમી અને ઉમરપાડામાં ૨૩ મીમી વરસાદ ખાબકતા સર્વત્ર પાણી ભરાયા હતા. છેલ્લાં ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી ખેડુતોમાં ખુશી જાવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application