Tapi mitra news:સુરતના ઉધના વિસ્તારમાં ઓફિસ ધરાવતા વેપારીને માસ્ક વેચવાના બહાને બે ગઠીયાએ રૂ.૮ લાખ પડાવ્યાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાઈ છે. કાર્ગોમાં સુરત એરપોર્ટ ઉપર માલ આવશે અને તમને જો વધુ ૧.૫૦ લાખ માસ્ક જોઈએ તો મોકલી આપું કહી તે ઓર્ડર લઇ બાદમાં તેના પેમેન્ટના એડવાન્સ રૂ.૨ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.
સુરતના અડાજણ ભુલકાભવન સ્કુલની બાજુમાં અક્ષર જ્યોત સોસાયટી કોમ્પલેક્ષ નં.એ/૪ ફલેટ નં યુ.જી/૩ માં રહેતા ૪૪ વર્ષીય હિતેશભાઇ ગોવર્ધનભાઇ મિસ્ત્રી ઉધના ત્રણ રસ્તા ઇંડીયન ઓંઇલ પેટ્રોલ પંપની સામે વશી કોલોની ૩૭/૨ માં એ.ટુ.ઝેડ ફાયર સેફ્ટી સર્વિસના નામે વેપાર કરે છે. પોતાના વેપાર માટે તેમણે જસ્ટ ડાયલ, ઇન્ડિયા માર્ટ અને ગુગલ ઉપર જાહેરાત મૂકી છે. ગત ૨૩ ફેબ્રુઆરીના રોજ સાંજે આર.કે મિશ્રા નામના વ્યક્તિએ વ્હોટ્સએપ મેસેજ કરી પોતે એસ.આર.એન્ટરપ્રાઇઝના નામે એ-૧૩૫૦ સેકટર ૪૫ સી, ચંદીગઢમાં માસ્કનો વેપાર કરતા હોવાનું જણાવ્યું હતું. હિતેશભાઈએ તેની સાથે ભાવતાલ કર્યા બાદ રૂ.૩ માં એક માસ્ક ખરીદવાની વાત કરી ૪ લાખ માસ્ક ખરીદવાની વાત કરી હતી. ચંદીગઢના સરનામે મિત્ર મારફતે ખરાઈ કરાવ્યા બાદ તેમણે રૂ.૬ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પેમેન્ટ મળી ગયાની ખાતરી કર્યા બાદ હિતેશભાઈએ માલની ડિલિવરી કરવા કહેતા આર.કે.મિશ્રાએ બહાનું કાઢી ઓફિસના કર્મચારી સંજીવનો નંબર આપી વાત કરવા કહ્યું હતું. જોકે, સંજીવે હું તમને ઓળખતો નથી, તમને માલની રસીદ અમારા સેલ્સમેન આર.કે.મિશ્રા આપી શકે તેમ કહી તેમની સાથે વાત કરવા કહ્યું હતું. આર.કે.મિશ્રાએ ફરી કાલે કાર્ગોમાં સુરત એરપોર્ટ ઉપર માલ આવશે અને તમને જો વધુ ૧.૫૦ લાખ માસ્ક જોઈએ તો મોકલી આપું કહી તે ઓર્ડર લઇ બાદમાં તેના પેમેન્ટના એડવાન્સ રૂ.૨ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ તેમણે એરપોર્ટ ઉપર માલ મોકલ્યો ન હતો અને જે ટ્રાન્સપોર્ટ કંપનીની રસીદ મોકલી હતી તેની સુરતના સારોલી સ્થિત ઓફિસે જઈ તપાસ કરતા તે ડુપ્લીકેટ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આર.કે.મિશ્રા અને સંજીવના મોબાઈલ ફોન પણ બંધ થઇ ગયા હતા અને તેમણે જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા તે અનોપકુમાર રાઘવ શો બહાદુરનું હોવાનું જાણવા મળ્યું હતું. પોતાની સાથે થયેલી ઠગાઈ અંગે હિતેષભાઈએ બને ગઠીયાઓ વિરૂદ્ધ ગતરોજ ઉધના પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application