Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાલ આરટીઓ કચેરીની બહાર એજન્ટો સોશિયલ ડિસ્ટન્સીગ જાળવતાં નથી

  • June 17, 2020 

Tapi mitra news:સુરતની પાલ આરટીઓ કચેરી બહાર એજન્ટો અને અરજદારોના ટોળામાં સોશિયલ ડિસ્ટન્સીગ જળવાતું નહીં હોવાનો ગણગણાટ છે. સોશ્યલ ડિસ્ટન્સીગનો અમલ થાય તે માટે કચેરીની બહાર જમાવડો કરતાં એજન્ટોને દૂર કરવામાં આવ્યાં હોવા છતાંતેઓ ફરી પાછાં આવીને સર્વિસ રોડ ઉપર ગોઠવાઈ જતાં હોવાથી ટોળાં થઈ રહ્યા છે. આરટીઓ કચેરીમાં લાયસન્સ અને બીજા કામે આવતા અરજદારોને દસ્તાવેજ કે અરજીની ઝેરોક્ષ માટે વાનવાળા પાસે જવું પડે છે અને ત્યાં અરજદારોને ટોળેટોળા હોય છે. એજન્ટો અને ખાણીપુરીની લારી તથા ઝેરોક્ષવાળાઓને અહીંથી દૂર કરવામાં આવ્યા છે. પરંતુ તેઓ બપોર પછી કચેરીની બહાર સર્વિસ રોડ પર ઊભાં રહી જાય છે. મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલના સંચાલકે જણાવ્યું કેસોશિયલ ડિસ્ટન્સીગનો અમલ કચેરીની અંદર ખૂબ જ સખ્તાઇપૂર્વક કરવામાં આવે છે. જ્યારથી કચેરી શરૂ કરવામાં આવી છેત્યારથી કોવિડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે અરજદારો પાસે અમલ કરાવવામાં આવે છે. પણ કચેરીની બહાર સોશિયલ ડિસ્ટન્સીગનો અમલ થતો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application