Tapi mitra news:કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લા ૧૫ દિવસથી વધવાના કારણે પાલિકા દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં સુરતમાં કેસોની સંખ્યા વધી રહી છે. છેલ્લાં ૧૫ દિવસમાં સુરતમાં લગભગ ૧,૨૦૦થી વધુ કેસો નોધાતા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ શહેરમાં બુધવારે બપોરના ૧૨ વાગ્યા સુધી સુધી નવા ૩૭ દર્દીઓ મળી પોઝિટિવ કેસો નોધાયા છે. આ સાથે ૩,૦૪૬ કેસો નોધાઇ ચુક્યા છે. અત્યાર સુધી મૃત્યુઆંક ૧૧૫ થયો છે. કોરોના સામે અત્યાર સુધીમાં ૨,૦૪૨ વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ૩૯૦ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૨૩૬ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૩ વેન્ટિલેટર, ૩૧ બીપેપ અને ૧૯૨ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
લોકો લોકડાઉન પુર્ણ થયા બાદ ઘરની બહાર નિકળી કામ ધંધે નિકળતાં કોવિડ ૧૯ની ગાઇડ લાઇન એટલે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ , માત્ર ફેશન પુરતુ માસ્ક પહેરવુ અને વારંવાર હાથ ન ધોવાના કારણે સુરત શહેરમાં છેલ્લાં ૧૨ દિવસથી કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્ના છે. છેલ્લાં ૧૫ દિવસમાં ૧૨૦૦ થી વધુ કેસ નોધાયા હતા. જેના કારણે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો મળતા પાલિકા તંત્રમાં ચિંતા દેખાઇ રહી છે. બુધવારે બપોરના ૧૨ વાગ્યા સુધી નવા ૩૭ કેસો સામે આવતા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. જીલ્લામાં અત્યારે કુલ કેસ ૨૪૯ નોધાયા છે. સુરતમાં અત્યાર સુધી ૩,૦૪૬ કેસો થયા છે. તેની સામે ૨,૦૪૨ લોકો સાજા પણ થયા છે. આમ ભારતમાં ડિસ્ચાર્જ અને રીકવરી રેટ સૌથી સારો રહ્ના છે. સુરતનો રીકવરી રેટ ૬૯ ટકા છે. આમ સુરત શહેરમાં કોરોનાથી અત્યાર સુધી ૧૧૫ ના મોત થયા છે. સાંજ સુધી કોરોના વાયરસનો આંક વધીને ૬૦થી વધુ થવાની શકયતા દેખાઇ રહી છે.સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ૩૯૦ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૨૩૬ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૩ વેન્ટિલેટર, ૩૧ બીપેપ અને ૧૯૨ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. સુરતમાં નોધાઇ રહેલા કેસોની વાત કરીએ તો કતારગામ ઝોન સૌથી હોટ ફેવરીટ ચાલુ રહ્ના છે. મોટે ભાગે રત્ન કલાકારોને ચેપ લાગી રહ્ના છે. સેન્ટ્રલ ઝોન , વરાછા એ , વરાછા બી અને ઉધના ઝોનમાં કેસો વધી રહ્ના છે. કતારગામ ઝોનમાં સુરત મહાનગર પાલિકાની તમામ ટીમો જાતરાઇ ગઇ છે. નવા નોધાયેલા કેસોમાં કતારગામ ઝોનના ૧૦ થી ૧૨ રત્ન કલાકારોને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઉપરાંત કોરોના વોરીયર્સ , વેપારી વગેરે પણ સંક્રમણ થયા છે.
High light-સુરતમાં કોરોનાથી ૧૧૫ લોકો મોતને ભેટી ચુક્યા, કોરોનાને મ્હાત આપી અત્યાર સુધી ૨,૦૪૨ લોકો સાજા થયાં...
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500