ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:રાજપીપળા ના વણકર વાસ મા રહેતાં અને હાલ એક વર્ષ થી વકીલાત નો વ્યવસાય કરતાં પ્રતિક પટેલ નાઓ ને તેમનાં ઘર નજીક રહેતાં રહીશો શાથે નગર પાલિકા દ્વારા નાંખવામાં આવતા વિજ પોલ ની જગ્યા બાબતે તા.૧૨/૦૬/૨૦૨૦ બોલાચાલી થઈ હતી. ફરીયાદ મા જણાવ્યા પ્રમાણે 1- ઈમ્તીયાઝ ઉર્ફે નવાબ ઈબ્રાહીમભાઈ સોલંકી, 2-ખાલીદ મયમુદ્દીન શેખ, 3-લાલીયાભાઈ શૌકતભાઈ, અને મહીલાઓ મા 4- શહીદાબેન ઈકબાલભાઈ, 5-સબ્બુબેન ઈકબાલભાઈ, 6-શહેનાઝબેન મયમુદ્દીનભાઈ 7-અફસાનાબેન આરીફભાઈ 8-રુકશાનાબેન શૌકતભાઈ 9-નસીમબેન અબ્બાસભાઈ 10-કુલસુમબેન 11-રુબિનાબેન તેમજ કેટલાંક કિન્નરો વિરુદ્ધ પ્રતિક પટેલે ફરીયાદ નોંધાવી હતી.
આ અગાઉ લોકડાઉન સમયે ગત તા.૨૦/૦૪/૨૦૨૦ ના રોજ નર્મદા પોલીસે વણકરવાસ મા જાહેર મા બેસી રહેલાં કેટલાંક યુવાનો સામે જાહેરનામા ના ભંગ બદલ કાર્યવાહી કરી હતી, પકડાયેલાં ઈસમો ને એવું લાગેલ કે આ બાબત ની બાતમી પોલીસ ને એડ. પ્રતિક પટેલે આપી હતી તેવી રીસ રાખી ને તેજ રાત્રે સામાવાળાઓ એ ફરિયાદી ના ઘર સામે આવી ગમેતેમ ગાળો બોલી, જાન થી મારી નાંખવાની ધમકી આપી ઘર ની બાહર મુકેલા વાહનો ને નુકશાન પહોંચાડવાની વાત ઉચ્ચારી હતી. અને અન્ય માથાભારે માણસો થી હુમલો કરાવવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસે આવી ને મામલો થાળે પાડ્યો હતો.
તા.૧૨ જૂન શુક્રવાર ના રોજ નગરપાલિકા રાજપીપળા દ્વારા સ્થાનિક રહીશો ની લેખીત માંગણી ના અનુસંધાને સ્ટ્રીટ લાઈટ નો થાંભલો નાંખવા માટે માણસો આવ્યાં હતાં, આજુબાજુ ના રહીશો ની માંગણી પ્રમાણે ચોક ની સરકારી પડતર જગ્યા વચ્ચે થાંભલો નાંખવામાં આવે જેથી કરી ને આજુબાજુ ના તમામ ઘરો ને સ્ટ્રીટ લાઈટ નો અજવાળું મળી રહે, પરંતુ વાત નો પ્રતિક પટેલે વાંધો ઉઠાવી લાઈટ નો થાંભલો ગમે તે એક બાજુ નાંખવાની જીદ પકડી હતીં જેના કારણે સ્થાનિકો અને પ્રતિક પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી અને વિવાદ વધ્યો હતો. બોલાચાલી થતાં મુખ્ય અધિકારી એ સ્થળ ઉપર આવી સ્થાનિકો ની માંગણી ને રદ કરી ને અન્ય જગ્યાએ થાંભલો નાખવો હોય તો નાંખો નહીંતર રહેવા દો તેવી જોહુકમી ચલાવી પલાયન થયા હતા. આ બનાવ ને આધાર બનાવી પ્રતિક પટેલે ત્રણ ઈસમો અને આઠ મહીલાઓ સહીત કિન્નરો ના ટોળાં સામે રાજપીપળા પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોંધાવી હતી.આજુબાજુ ના રહીશો અને ફરીયાદ મા દર્શાવેલ આરોપીઓ નુ કહેવું છેકે ફરિયાદી પોતે શ્રીમંત વર્ગ ના હોઈ અને છેલ્લાં એક વર્ષ થી વકીલાત કરતાં હોઈ પોતાની પોલીસ શાથે ના સંબધો અને વગ નો ઉપયોગ કરી વકીલ તરીકે નો લાભ ઉઠાવી રહ્યાં છે. જેટલાં અધિકાર ફરિયાદી ના તેટલાંજ અધિકાર આરોપીઓ ના પણ હોય છે કાયદો બધા માટે સરખો છે ભારત દેશ ના બંધારણ મા સમાનતા ના સિદ્ધાંતો ઉપર ઉભું છે. ફરિયાદી પોતે વકીલ હોવા થી કાયદા થી ઉપર થઈ શકે નહી અને પોલીસ ની પણ એ ફરજ બને છે કે કોઈ ના પણ પ્રભાવ કે દબાણ મા આવ્યા વગર નિષ્પક્ષ કામગીરી કરે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application