Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મરોલી ખાતે સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારનો સન્‍માન સમારોહ યોજાયો

  • June 04, 2018 

તાપીમિત્ર ન્યુઝ,નવસારી:નવસારી-મરોલી માહયાવંશી સમાજ સેવા મંડળ દ્વારા રાજયના સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારનો મરોલી ખાતે નવનિર્મિત સ્‍વ.શ્‍યામાબેન રાઠોડ સભાગૃહ ખાતે સન્‍માન સમારોહ યોજાયો હતો.મરોલી માહયાવંશી સમાજના પ્રમુખ નરસિંહભાઇ રાઠોડ તથા હોદ્દેદારોએ મંત્રીનું ભાવભર્યું સ્‍વાગત કરી, સન્‍માનપત્ર અર્પણ કર્યું હતું.કોલાસણાના યુવાનોએ શાલ ઓઢાડીને મંત્રીને આવકાર્યા હતા.સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રીએ સમાજના સાંસ્‍કૃતિક ભવનને પણ ખુલ્લું મુકયું હતું. સન્‍માન સમારોહ અવસરે મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્‍યું હતું કે,ઘણા વર્ષ પછી માહયાવંશી સમાજના દિકરા તરીકે સેવા કરવાનો અવસર મળ્‍યો છે.સમાજનો વિકાસ થાય એ પ્રાથમિકતા રહે છે.જે સમાજમાંથી હું આવ્‍યો છું,એ સમાજ વિકાસમાં પાછળ ન રહે એ પ્રાથમિકતા છે.માહયાવંશી સમાજનું ઋૃણ અદા કરવાનો અવસર મળ્‍યો છે.જે સુપેરે નિભાવીશ.મંત્રી ઇશ્વરભાઇ પરમારે બાબેન તા.બારડોલી ગામના સરપંચ તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી, ધારાસભ્‍યો બન્‍યા હતા.બે વર્ષથી બારડોલી માહયાવંશી સમાજના પ્રમુખ તરીકે સેવા બજાવે છે.માહયાવંશી સમાજના વિકાસ માટે તેઓ વર્ષોથી જોડાયેલા છે.સમારંભના અધ્‍યક્ષ શ્રી ભીખુભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન દ્વારા આશીર્વચન આપ્‍યા હતા.આ પ્રસંગે રમણભાઇ, હિતેન્‍દ્રભાઇ સુરતી, જયંતીભાઇ પટેલ, બળવંતભાઇ, ભોગીલાલ, અજયભાઇ રાઠોડ, સમાજના હોદ્‌દારો, સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.પ્રારંભમાં માહયાવંશી સમાજના પ્રમુખ નરસિંહભાઇ રાઠોડે સૌનું સ્‍વાગત કરી, મહેમાનોને આવકાર્યા હતા.   High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application