ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:હાલ કોરોના હાહાકાર થી દેશ આખું સ્તબ્ધ છે, કોવીડ-19 ના પોઝીટીવ કેસો રોકેટ ગતિ એ વધી રહ્યાં છે. અર્થતંત્રને બચાવવા માટે લોકડાઉન ઉઠાવી લેવાયું પણ કોરોના નો ખતરો યથાવત છે, શારીરિક અંતર અને રોગ પ્રતિકારક શક્તિ મા વધારો એ એકમાત્ર ઉપાય છે આ મહામારી થી બચવા માટે! દેશ મા કોરોના પોઝીટીવ દર્દીઓ નો આંકડો સતત વધી રહ્યો છે, અને મૌત ની સંખ્યા પણ વધી રહી છે ભારત વિશ્વ ના કોરોના મીટર ઉપર હાલ ચોથા સ્થાન ઉપર પહોંચી ચુક્યું છે.સરકાર ના આદેશ મુજબ ભારે ભીડ વાળા પ્રવાસન સ્થળો ને બંધ કરવામા આવ્યા છે એમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સામેલ છે એ હકીકત સર્વ વિદિત છે છતાં કેટલાંક અણસમજુ લોકો પોતાના પરિવારો ને લઈ ને સાગમટે સરદાર પટેલ ની મુર્તિ ને જોવા માટે કેવડીયા આવી પહોંચ્યા હતા, ફરજ ઉપર તહેનાત પો.સ.ઈ કે.કે પાઠક વગર મંજૂરીએ વાહન અને છકડાઓ ભરી ને આવી ચડેલા વણનોતર્યા મહેમાનો ને લિલાં તોરણે પાછા કાઢ્યાં હતાં.આમ કરોના મહામારી અને ત્યાર બાદ અઢી મહીના ના તાળાબંધી ના સરકારી આદેશ થી ઘરો મા પુરાઈ રહેવા મજબુર બનેલાં લોકો લોકડાઉન ખુલતાંજ હરવા ફરવા ના સ્થળોએ ઉમટવા લાગતાં કોરોના સામે ની લડાઈ વધુ મુશ્કેલ ભરી બનાવશે તેવુ લાગી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application