Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:વાલોડ તાલુકાના ભીમપોર ગામનું ગૌરવ..

  • June 04, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામની દિકરી નિતિજ્ઞાબેન ચંદુભાઈ ચૌધરીએ દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સીટી,સુરત ના ડિપાર્ટમેન્ટ ઓફ સોશ્યોલોજી વિભાગ,માસ્ટર ઓફ આર્ટસમાં અભ્યાસ કરી એપ્રિલ-૨૦૧૭ માં લેવાયેલ સોશ્યોલોજી વિષયમાં સૌથી વધુ ૮૦ ટકા ફર્સ્ટ ક્લાસ ડિસ્ટીંકશન માર્કસ મેળવી યુનિવર્સીટીના સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટ,ભીમપોર ગામ તેમજ ચૌધરી સમાજનું ગૌરવ વધાર્યું છે.ખૂબ જ નાના ખેડૂત પરિવારની દિકરીને તાજેતરમાં જ વીર નર્મદ યુનિવર્સીટી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ ના અધ્યક્ષ સ્થાને તા.૨૯-૦૫-૨૦૧૮ ના રોજ યોજાયેલા ૪૯ માં પદવીદાન સમારોહમાં મહાનુભાવોના હસ્તે નિતિજ્ઞાબેન ને સ્વ.શ્રી શશીકાંતઅમૃતલાલ પટેલ ( લેથવાલા) તરફથી ગોલ્ડ મેડલ,સન્માન પત્ર,રોકડ પુરસ્કાર અને પદવી એનાયત કરવામાં આવી હતી.તાપી જિલ્લા વહીવટી તંત્ર,યુનિ.કોલેજ પરિવાર તેમજ ભીમપોર ગામના તમામ ગ્રામજનોએ આ ગૌરવરૂપ સિધ્ધિ હાંસલ કરવા બદલ નિતિજ્ઞાબેન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.   high ligh:ખેડૂત ની દિકરી નિતિજ્ઞા એ સોશ્યોલોજી વિષયમાં વીર નર્મદ યુનિવર્સીટીમાં સૌથી વધુ ૮૦ ટકા માર્કસ મેળવી પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application