Tapi mitra news:વલસાડ જિલ્લાની પ્રજાજનોને કોરાનાના સંક્રમણથી બચવા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલે નિયમોનું પાલન કરવાની જાહેર અપીલ કરી હતી. પરંતુ કેટલાક લોકો કોરોનાથી સાવચેત રહેતા બદલે નિયમોનો ભંગ કરતા હોવાનું માલુમ પડતાં કલેકટર શ્રી આર.આર. રાવલે કડક કાર્યવાહી અમલી બનાવી છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિકારી/કર્મચારીઓની સ્ક્વોર્ડ બનાવી ચેકિંગ હાથ ધરતાં કોવિદ-૧૯ના નિયમોનો ભંગ કે અનાદર સામે કાયદાકીય દંડાત્મક કાર્યવાહી કરી આજે તા.૧૧/૬/૨૦ના રોજ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી માસ્ક ન પહેરવા,સેનેટાઇઝર ન રાખવા,સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવા,તથા જાહેરમાં થૂંકવા બદલ કુલ રૂા.૪૭,૦૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં વલસાડ તાલુકામાં ૧૦,૮૦૦, પારડીમાં ૭૦૦૦,ધરમપુરમાં ૫૪૦૦,ઉમરગામમાં ૨૦૨૦૦, કપરાડામાં ૧૦૦૦ અને વાપી તાલુકામાંથી ૨૬૦૦ ના દંડનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500