Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પેટ્રોલમાં ૯ પૈસાનો ઘટડો,કરો જલસા !!

  • June 03, 2018 

નવી દિલ્હી:પેટ્રોલ ડીઝલના વધતાં ભાવમાં ઘટડો કરવાના સરકારના પ્રયત્ન ચાલી રહ્યા છે.જેમાં આજે રવિવારે પેટ્રોલમાં ૯ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.જયારે ડીઝલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.શનિવાર પેટ્રોલ અને ડીઝલમાં ૯ પૈસા પ્રતિ લીટર સસ્તા થયું છે.રવિવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૮.૧૧ પ્રતિ લીટર છે.ત્યારે કોલકાતામાં ૮૦.૭૫ પ્રતિ લીટર છે.મુંબઈમાં પેટ્રોલ ૮૫.૯૨ અને ચેન્નાઈ પેટ્રોલ ૮૧.૦૯ પ્રતિ લીટર છે. આ પહેલા શુક્રવારે પેટ્રોલના ભાવમાં ૬ પૈસા અને ડીઝલના ભાવમાં ૫ પૈસા પ્રતિ લીટરનો ઘટડો કરવામાં આવ્યો છે.છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલમાં ૧૪ પૈસા અને ડીઝલમાં ૧૧ પૈસા ઘટાડો કરવામાં આવ્યો છે.બીજી તરફ આંતરરાષ્ટ્ર્રીય બજારમાં છેલ્લા ૪ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધનીય ઘટડો જોવા મળી રહ્યો છે.તેમ છતાં પેટ્રોલ–ડીઝલના ભાવમાં માત્ર સામાન્ય જ ઘટડો કરવામાં આવ્યો છે.જો કે આશરે ૧૬ દિવસ સુધી સતત પેટ્રોલ–ડીઝલના ભાવમાં વધારો કર્યા પછી છેલ્લા ૪ દિવસથી રાહત આપાવમાં આવી રહી છે.આ તરફ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, તેલ કંપનીઓ દ્રારા ભાવ નક્કી કરવામાં આવે છે,જેના માટે સરકાર તરફથી કોઈ પણ ભૂમિકા તેમાં રહેતી નથી.સરકાર પણ આ અંગે ચિંતિત છે અને તેના માટે જે જરૂરી પગલાં ભરવામાં આવે તે ભરશે તેવું આશ્વાસન આપ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application