તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના વડદા પ્ર.ઉમરદા ગામે (૪૪) વર્ષીય શખ્સે માનસિક રીતે કંટાળી જઈ કોઈ ઝેરી જંતુ નાશક દવા પી લેતા ઈમરજન્સી સેવા ૧૦૮ની મદદથી સોનગઢ CHC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું પોલીસ ચોપડે નોધાયું છે.
મળતી માહિતી અનુસાર તા.૩જી જુન નારોજ સવારે ૭:૦૦ કલાકના અરસામાં,સોનગઢ તાલુકાના વડદા પ્ર.ઉમરદા ગામના નિશાળ ફળીયામાં રહેતા બિપીનભાઈ બીજનાભાઈ ગામીત (ઉ.વ.૪૪)નાઓ ઘણા લાંબા સમયથી અસ્થિર મગજના હોય,વારંવાર દવા લેવા છતાં શારૂ થતું ના હોય,જેથી માનસિક રીતે કંટાળી જઈ ખેતરમાં જઈ કોઈ ઝેરી જંતુ નાશક દવા પી લેતા ૧૦૮ની મદદથી સોનગઢની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ ઉપરના તબીબે બિપીનભાઈ ગામીતને મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે રીટાબેન બીપીનભાઈ ગામીતે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરી.(ફાઈલ તસ્વીર)
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application