ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:છેલ્લા કેટલાક દિવસો થી કેવડીયા નર્મદા નિગમ દ્વારા 6 જેટલાં ગામો ની અંદર લોકડાઉન હોવા છતાં તાર ની વાડ ઉભી કરવાનો કામ યુદ્ધ ના ધોરણે શરુ કરવામા આવ્યું છે, જેની સામે સ્થાનિક આદિવાસીઓ ના એક મોટા સમુહ મા આ બાબતે ભારે અસંતોષ અને ઉગ્રતા ની લાગણી જન્મી છે.
સબંધીત ગ્રામપંચાયતો ને જાણ કર્યા વગર જ કે સરપંચો કે ગામ ના આગેવાનો ને વિશ્વાસ મા લીધાં વગર જ મનસ્વી રીતે આડેધડ તાર ની વાડ ઉભી કરવાની કામગીરી પોલીસ ના જપતા શાથે કરવમાં આવતા, સ્થાનિક આદિવાસીઓ અને ખાસ કરી ને મહીલાઓ આ બાબત નો વિરોધ કરવા આગળ આવતાં તેમની ઉપર પોલીસ દ્વારા બળપ્રયોગ કરી અટકાયત કરવા ના સમાચારો વાયુવેગે સમગ્ર રાજ્ય ના આદિવાસીઓ મા પ્રસરી જતાં આદિવાસી સમાજ રોષે ભરાયો હતો.
આ બાબત ની ગંભીર નોંધ લઈ ને વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલે 31 મે ના રોજ ચાલો કેવડીયા ની હાકલ કરી હતી, જે અંગે નર્મદા જીલ્લા કલેક્ટર તરફ થી એમને પુછવામાં આવ્યુ હતુ કે તમો જે કેવડીયા જવા અંગે ની હાકલ કરી છે તે બાબત ની પુરેપુરી જાણકારી નર્મદા તંત્ર ને આપવી, જેથી વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ સહીત (1) નાંદોદ ના ધારાસભ્ય શ્રી પી ડી વસાવા, (2) ભીલોડા ધારાસભ્ય ડો. અનીલ ભાઈ જોષીયારા, (3) માંડવી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, (4) વ્યારા ધારાસભ્ય પુનાભાઈ ગામીત, (5) ગરબાડા ધારાસભ્ય ચંદ્રીકાબેન બારીયા (6) નિઝર ના ધારાસભ્ય સુનીલભાઈ ગામીત (7)પા.જેતપુર ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, તેમજ ઈંડીજીનીયસ આર્મી ના વડા ડો.પ્રફુલભાઈ વસાવા, એક્ટીવિસ્ટ રાજુભાઈ વળવાઈ સંતરામપુર, ડો. સુરેશભાઈ ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઈ વસાવા વિગેરે કલેકટર નર્મદા શ્રી ને માહિતી આપ્યાં બાદ કેવડીયા તરફ પોતાના વાહનો હંકારી મુકતા કારો ના કાફલા ને હાઈવે ઉપર આવેલાં સર્કીટ હાઉસ પાસે જ રોકી લેવામા આવ્યા હતાં. જેથી ધારાસભ્યો અને એક્ટીવીસ્ટો પોતાનાં વાહનો હાઈવે ઉપર જ મુકી ને પગપાળા કેવડીયા તરફ ચાલવા માંડતા પોલીસ માટે કફોડી હાલત મા મુકાઈ હતી આગળ પાછળ ચાલતાં પોલીસ અને એક્ટીવીસ્ટો ના ટોંળા ના દર્શયો હાઈવે ઉપર સર્જાયા હતા. નર્મદા જીલ્લા પોલીસ દ્વારા મોટી સંખ્યામાં મા હાઈવે ઉપર કાફલો ખડકી દેવાયો હતો અને ધારાસભ્યો અને એક્ટીવીસ્ટો ને આગળ જતાં અટકાવી ડીટેઈન કરી જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે અટકાયત કરી લઈ જવામાં આવ્યા હતા. આમ છેલ્લા કેટલાક સમયથી કેવડીયા આદિવાસીઓ ને નિગમ ના અધિકારીઓ ની કનડગત અને હેરાનગતિનો મુદ્દો આજે વધુ મોટા સ્વરુપે બહાર આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500