Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:મેટાસ એડવેન્ટીસ્ટ ઇન્ટરનેશનલ સ્કુલના બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત:પીકનીક માટે ગયા હતા સ્કુલના બાળકો..

  • June 03, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના ટીચકપુરા પાસે આવેલ મેટાસ એડવેન્ટીસ્ટ ઇન્ટરનેશનલ સ્કુલ માંથી બે  બસ ભરી પીકનીક માટે ગયેલા (૫૨)જેટલા બાળકો પૈકી બે બાળકોના ડોલવણના પદમડુંગરી નજીક આવેલ અંબિકા નદી-કોઝવેના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે.બનાવની જાણ ઈમરજન્સી સેવા ૧૦૮ અને પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને બાળકોના મૃતદેહોને શોધી કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર તા.૨જી જુન ૨૦૧૮ નારોજ ડોલવણ તાલુકાના પદમડુંગરી ખાતે પીકનીક માટે ગયેલા (૫૨)જેટલા બાળકો પૈકી બે બાળકોના અંબિકા નદીના કોઝવેના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે.આજરોજ વ્યારાના ટીચકપુરા પાસે આવેલ મેટાસ એડવેન્ટીસ્ટ ઇન્ટરનેશનલ સ્કુલ માંથી (૫૨) બાળકો અને (૧૫) ટીચરો સાથે પદમડુંગરી ઇક્કો ટુરીઝમ ખાતે પીકનીક માટે ગયા હતા તે સમય દરમિયાન સાંજે આશરે ૬:૩૦ કલાકના અરસામાં (૧)ધનરાજકુમાર શૈલેશભાઈ ગામીત (ઉ.વ.૧૫) રહે,વડપાડા ઉચ્છલ,(૨) એલએક્સ જાનગોર(ઉ.વ.૧૫) રહે,સુરત SDA મિશન હોસ્પિટ્લ ક્વાટર્સ અઠવાલાઈન્સ સુરતનું અંબિકા નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.બંને બાળકો પૈકી એક બાળકને ૧૦૮ની મદદથી સારવાર અર્થે ગડત લઇ જવામાં આવ્યો હતો જ્યાં ટુકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.બનાવ અંગે ડોલવણ પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી કોઝવેના પાણીમાં ડૂબેલા બંને બાળકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા.એકાએક બનેલી ઘટનાથી ટીચરવર્ગમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.બનાવ અંગે આગળની વધુ તપાસ ડોલવણ પોલીસ કરી રહી છે.(ફાઈલ તસ્વીર)   High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application