Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:સુમુલ ડેરીના ડીરેક્ટર પ્રવીણ ગામીત સહિત ત્રણ જણાના મોઢા કાળા કરવામાં આવ્યા !! સુમુલ ડેરીને સપોર્ટ કરનાર કોંગ્રેસ-ભાજપા તમામના થશે આવા હાલ !! 

  • June 02, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:સુમુલ ડેરીના સંચાલકો દ્વારા આજરોજ વ્યારા ખાતે સુમુલ ડેરી મુદ્દે એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.દરમિયાન કેટલાક લોકો “સુમુલ તેરી દાદાગીરી નહી ચલેગી નહી ચલેગી”,“રાજુ પાઠક કોણ છે ? ચોર છે ચોર છે.”ના સુત્રોઉચ્ચાર સાથે કોન્ફરન્સ હોલમાં ધસી આવ્યા હતા.જ્યાં ઉપસ્થિત સુમુલ ડેરીના ડીરેક્ટર સહિત ત્રણ જેટલા લોકોના મોઢા કાળા કરવામાં આવ્યા હતા.બનાવના પગલે સુમુલ ડેરી અને ભાજપા સહિત સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.આ મામલે તાપી જિલ્લા પોલીસે આશરે ૬૦ જેટલા લોકોની અટક કરી છે. તાપી જીલ્લાના વડા મથક વ્યારા ખાતે આવેલ સર્કીટ હાઉસમાં આજરોજ સુમુલ ડેરીના ડીરેક્ટર સહિત ભાજપાના કેટલાક આગેવાનોની હાજરીમાં સુમુલ મુદ્દે એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.દરમિયાન ૫૦ થી ૬૦ જેટલા લોકોનું એક ટોળુ પ્રેસકોન્ફરન્સ હોલમાં ધસી આવ્યું હતું.રાજુ પાઠક કોણ છે ? ચોર છે ચોર છે.સુમુલ તેરી દાદાગીરી નહી ચલેગી નહી ચલેગી,પ્રવીણ ગામીત હાઈ..હાઈ જેવા ભારે સુત્રોઉચ્ચાર સાથે ધસી આવેલ ટોળા માંથી કેટલાક લોકોએ સુમુલ ડેરીના ડીરેક્ટર પ્રવીણ ગામીત સહિત જયરામભાઈ ગામીત,પરેશભાઈ વસાવાના મોઢા કાળા કરી તેમના પર દૂધ ફેંકવામાં આવ્યું હતું.બનાવના પગલે ઘટનાનો વીડીયો સોશિયલ મીડિયામાં ફરતો થતા સુમુલ ડેરી અને ભાજપામાં સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.અહીં આપને જણાવી દઈએ છીકે સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવામાં નહી આવતા સુમુલ ડેરીના વિરોધમાં પશુપાલકોએ વ્યારા ખાતે એક રેલી યોજી હતી જેમાં સુરત અને તાપી જીલ્લાના પશુપાલકો સહિત કેટલાક મોટા માથા ધરાવતા લોકો પણ જોડાયા હતા.પશુપાલકોને સુમુલ ડેરીના સંચાલકો ઘણા સમયથી વિવિધ મુદ્દાઓને લઈને લુટી રહ્યા હોવાના આક્ષેપ સાથે વિશાળ રેલી યોજી સુમુલ વિરૂધ્ધ ભારે સુત્રોઉચ્ચાર કરવામાં આવ્યા હતા.બનાવ અંગે આદિવાસી એકતા અને વિકાસ અંદોલનના આગેવાન જયરામ પાચીયા ગામીતે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે,આજના પ્રેસકોન્ફરન્સમાં અમારા સમાજનો જે આગેવાન જેમને સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલતા હોઈએ છીએ પશુપાલકો,અને એવો એમની દલાલી કરતા હોય છે એટલે એમના કામો કાળા છે એટલે એમનું આખું મોઢું કાળુ કરી નાખ્યું,આવનારા દિવસોમાં આખ દૂધ બંદ કરવા માટે કાર્યક્રમો ચાલશે,અને અમારા જેટલા પણ આદિવાસી અગેવાનો છે ચાહે ભાજપા-કોંગ્રેસના હોય જેઓ એમને સપોર્ટ કરે છે તેવા તમામ ના આવા હાલ કરવાનું જણાવ્યું હતું.  

High light:મોઢા કાળા કરવાનું કારણ શું ?? સુમુલ ડેરી દ્વારા કરવામાં આવતી લુંટફાટ મુદ્દે પશુપાલકોએ ૩૧મે નારોજ વ્યારા નગરમાં સુમુલ વિરૂધ્ધ ભારે સુત્રોઉચ્ચાર સાથે રેલી યોજી હતી જેના સંદર્ભમાં સુમુલ ડેરીના સંચાલકો દ્વારા આજરોજ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.સુમુલ ડેરીના ડીરેક્ટર પ્રવીણ ગામીત પત્રકારોને સંબોધતા હતા તે વેળાએ તેમના વિરોધ કરવા માટે ધસી આવેલા કેટલાક લોકોએ સુમુલ ડેરીના ડીરેક્ટર પ્રવીણ ગામીત,જયરામભાઇ ગામીત અને પરેશભાઈ વસાવાના મોઢા કાળા કરી તેમના ઉપર દૂધ ફેંકવામાં આવ્યું હતું. High light:સુમુલ ડેરીના ડીરેક્ટર પ્રવીણ ગામીતના બંગલા બાહર સુત્રોઉચ્ચાર. વ્યારા સર્કીટ હાઉસ થી નીકળેલા લોકોએ ઢોડીયાવાડ થઈને સુમુલના ડીરેક્ટર પ્રવીણ ગામીતના બંગલા બાહર પણ સુત્રોઉંચ્ચાર કર્યા હતા.ગલીઓમાં પસાર થતા વેળાએ લોકોએ નારા લગાવ્યા હતા કે,પ્રવીણ રાજીનામું આપો,પ્રવીણ ઇસ્તીફા દો,સુમુલ તેરી દાદાગીરી નહી ચલેગી નહી ચલેગી,રાજુ પાઠક કોણ છે? ચોર છે ચોર છે., ગામીત હાઈ..હાઈ..,આદિવાસીના નામ પર પ્રવીણ ગામીત ગદ્દાર છે,આદિવાસી નેતા ગદ્દાર છે,જેવા સુત્રોઉચ્ચાર સાથે નારા લાગ્યા હતા. High light:સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠકનું મોઢુ કાળુ થતા રહી ગયું ! વ્યારાના સર્કીટ ખાતે સુમુલ મુદ્દે યોજનારી પ્રેસકોન્ફરન્સનો વિરોધ કરવા માટે એક દિવસ પહેલા થીજ સોશિયલ મીડિયામાં ફરતો થયેલ મેસેજથી ચેતી ગયેલા રાજુ પાઠકે આજના પ્રેસકોન્ફરન્સ હાજરી આપવાનું ટાળ્યું હોય,અને જયરામભાઈ ગામીત અને માજી ધારાસભ્ય પરેશભાઈ વસાવા જાણે હોળી નું નારિયેળ બની ગયા હતા !!
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application