ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા માં આવેલી ધારીખેડા સુગર ફેક્ટરી પાસે રહેતા અને મજૂરી કામ કરતા લોકો પૈકી એક સગીર વય ની બાળા ને ધમકી આપી બળાત્કાર કરી ગર્ભવતી બનાવી હોવાની યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર તરફ ના કેટલાક મજૂરો ધારીખેડા સુગર પાસે રહેતા હોય એ પૈકી ગત નવેમ્બર 2019 થી માર્ચ 2020 દરમિયાન એક સગીર વયની 16 વર્ષની બાળા પણ ત્યાં રહેતી હતી જેને ત્યાં જ મજૂરો સાથે રહેતા જીતુ નામના એક યુવાને એક વખત બાળા ને મારી નાંખવાની ધમકી આપી શરીર સંબંધ બાંધ્યો ત્યાર બાદ બીજી બખત પણ આ બાળા ના ભાઈ ને મારી નાખવાની ધમકી આપી ફરી બળાત્કાર કરતા તબીબી તપાસ માં સગીર બાળા ગર્ભવતી હોવાની વાત સામે આવતા હવસખોર જીતુ જેના પુરા નામની ખબર નથી તેના વિરુદ્ધ ફરિયાદ થતા આમલેથા પોલીસે બળાત્કાર, ધમકી અને પોસ્કો સહિત ની કલમો સાથે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
high light-મહારાષ્ટ્ર થી મજૂરી કામે આવેલા યુવાને 16 વર્ષની બાળકી ને મારી નાખવાની ધમકી આપી બદકામ કર્યા બાદ એ ગર્ભવતી બનતા ફરિયાદ દાખલ...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application