તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:હાલના સમયમાં ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો,આરોગ્ય ખાતા કર્મીઓ સહિત અન્ય સરકારી વિભાગના કર્મીઓએ ગુજરાત સરકાર સામે પોતાની વિવિધ મંગોને લઈને બાયો ચઢાવી છે.ત્યારે નર્મદા જિલ્લાના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર(MPHW) ને કાયમી કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રીએ MPHW કર્મીઓની માંગને લઈને નર્મદા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવા સહિત MPHW કર્મીઓએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા હસ્તકના વર્ષ 2012 થી ફરજ બજાવતા MPHW કર્મીઓને સપ્ટેમ્બર 2017માં 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે.5 વર્ષ ઉપર 9 માસ થઈ ગયા હોવા છતાં નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા એમને કાયમીનો ઓર્ડર અપાયો છે.અન્ય જિલ્લાઓમાં કાયમી કરતા હોય તો નર્મદા જિલ્લામાં કેમ નહિ.નર્મદા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી નિમણૂક આપવા તૈયાર છે પરંતુ સંબંધિત ઓફીસ ક્લાર્ક દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી.જ્યારે પણ જઈએ ત્યારે તમારી ફાઇલ ચાલુ છે ક્લાર્ક દ્વારા એવો મૌખિક જવાબ અપાય છે.જો કાયમી નિમણૂક માટે ઘટતી કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવાએ ઉચ્ચારી હતી.
High light:નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી કાયમી કરવા તૈયાર પરંતુ ઓફીસ ક્લાર્ક દ્વારા ઘટતી કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ,જો યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો આંદોલનની ચીમકી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application