Tapi mitra News;વલસાડ તાલુકાના હીંગરાજ ખાતે સુખાલાની સામાજિક સંસ્થાના સહયોગથી ૨પ૦ જેટલા જરૂરિયાતમંદોને આવશ્યક ચીજવસ્તુઓની કીટનું વિતરણ વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકર, ધારાસભ્ય ભરતભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. કીટ વિતરણ દરમિયાન સોશિયલ ડીસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, હાલમાં વૈશ્વિક મહામારીના પગલે સરકાર લોકોને તમામ પ્રકારની સહાય કરી રહી છે, જેમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી મદદરૂપ બની રહી છે, જે અભિનંદનીય છે. મંત્રીશ્રીએ કપરાડા તાલુકાના ૧૩૦ ગામો સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કીટ વિતરણ કરતી સુખાલાની સંસ્થા યુવા ક્રાંતિ મિશન, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય અને સ્વ.બરજુલ પટેલ રાહત સમિતિના ચેરમેન વસંતભાઇ પટેલ અને તેમની ટીમની સેવાભાવનાને બિરદાવી હતી.કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે રોજગારીના સ્રોત બંધ થતાં શ્રમિકોની મુશ્કેલીને ધ્યાને લઇ કપરાડાના તત્કાલિન ધારાસભ્ય અને ગુજરાતના માજી મંત્રી સ્વ.બરજુલભાઇ પટેલના પુત્ર વસંત પટેલે પિતાના નામે સમિતિ બનાવી તેમના યુવા ક્રાંતિ મિશન હેઠળ કપરાડા તાલુકાના ૧૩૦ ગામોમાં અને વલસાડ, પારડી તાલુકામાં જીવનજરૂરિયાતની ૩ હજાર જેટલી કીટ વિતરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે, જે હાલમાં પણ ચાલી રહયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application