ઈકરામ મલેક દ્વારા,રાજપીપળા:રાજપીપળા વીજ કંપની ના અધિકારી ઓ લાગવગ સાહિ થી કામ કરતા હોવાની વારંવાર બુમો સંભળાઈ રહી છે ત્યારે છેલ્લા ચારેક દિવસ થી કાળઝાળ ગરમી વચ્ચે રોજ વીજ પુરવઠો બંધ રાખતા લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શુક્રવારે સવારે 11 વાગ્યે આકરી ગરમી માં લાઈટો બંધ થયા બાદ ફરિયાદ કેન્દ્ર માં પુછતા અન્ય વિસ્તાર માં કામ ચાલુ છે તેમ જાણવા મળ્યું ત્યારબાદ એક કલાક સુધી લાઈટો ન આવતા માલીવાડ ના એક નાગરીકે ઈજનેર ને ફોન કરતા કંઈક અલગ જવાબ મળ્યો ત્યાર બાદ પણ કલાક સુધી વીજળી ન આવતા વિશ્વ હિન્દુ પરિસદ ના સામાજિક સમરતા પ્રમુખ પ્રેગ્નેશ રામી એ ભરૂચ ડિવિ.ના મુખ્ય અધિકારી ને આ બાબતે વાકેફ કરતા રાજપીપળા વીજ કંપનીના મુખ્ય ઈજનેર એ.જી.પટેલે લાઈન ખેંચવાનું કામ ચાલુ છે થોડી વાર માં લાઈટો આવશે તેમ જણાવ્યુ. જોકે પ્રેગ્નેશ રામી એ ઈજનેર ને જણાવ્યું કે કોઈ એક ઘરમાં લાઈન ખેંચવા આકરી ગરમીમાં ભર બપોરે 3 કલાક લાઈટો બંધ કરવી કેટલું યોગ્ય કહેવાય અને એ પણ બીજા વિસ્તારો ની લાઇનો બંધ રાખવા પાછળ નો શુ મતલબ..? સતત ત્રણ ચાર દિવસ થી આ રામાયણ ભર બપોરે જ ચાલે છે ત્યારે એકજ દિવસે કામ કેમ પૂરું કરતા નથી...?
આ બાબતે માલિવાડ, ભાટવાડા,દરબાર રોડ જેવાં ઘણાં વિસ્તારો ના રહીશો રોષે ભરાઈ કહી રહ્યા છે કે રાજપીપળા વીજ કંપની ના ખાડે ગયેલા વહીવટ ના કારણે દર ઉનાળા માં ગ્રાહકો હેરાન થાય છે માટે ભરૂચ સુરત બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કાયમી નિરાકરણ લાવે અને રાજપીપળા વીજ કંપની માં ચાલતી લાગવગ સાહિ દૂર કરી મસમોટા બિલો ભરતા દરેક ગ્રાહકો ને એક નજરે જોઇ તેમની સમસ્યા દૂર કરે તે જરૂરી છે.