Tapi mitra News;આજરોજ જિલ્લા કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલે જલાલપોર તાલુકાના વેસ્મા ગામે કોવિડ-૧૯ અંગેની જનજાગૃતિ માટે મુલાકાત લીધી હતી. તેમની સાથે પ્રાંત અધિકારીશ્રી જાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આઇ.શેખ સહિતના અધિકારીશ્રીઓ જોડાયા હતા.
મુલાકાત દરમિયાન કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારીની લડાઇમાં જનજનની ભાગીદારી માટે હું પણ કોરોના વોરિયર રાજય વ્યાપી અભિયાન શરૂ કર્યુ છે. વૈશ્વિક મહામારીને માત કરવા જનજાગૃતિ અને જનભાગીદારી માટે જિલ્લામાં ‘‘ગુજરાત જીતશે કોરોના હારશે’’ એવી સામાજિક ચેતના જગાવીને લોકોમાં કોરોના વચ્ચે નિયમ પાલન આદત બને તેમ જિલ્લા કલેકટરશ્રી જણાવતા સૌને અપીલ કરી હતી કે સાવચેતી સલામતી, સુરક્ષા માટેના આ અભિયાનમાં અન્ય રાજયના પ્રવાસીઓને ૧૪દિવસ હોમ કવોરન્ટાઇન ફરજીયાત રહેવાનો સંદેશો પહોંચાડવો. મુખ્યમંત્રીશ્રીની અપીલ પ્રમાણે દરેક વ્યકિતએ કોરોના વચ્ચે નિયમ પાલન કરી જીવન જીવતા શીખવાનું છે. મળેલી છૂટછાટ અને આવશ્યક જરૂરિયાતો વચ્ચે કોરોના વાયરસ સંક્રમણને રોકવા અને સલામતી માટે સરકારની ગાઇડલાઇન મુજબના સૂચનોને રોજીંદા જીવનમાં આદતો વણી લેવી પડશે એમ કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું.દરેક નાગરિકોએ હંમેશા માસ્ક પહેરીને જ બહાર નિકળવું, કારણ વગર ઘરની બહાર ન નીકળવું સોશીયલ ડીસ્ટન્સને વ્યવહારિક જીવન જીવવાની ટેવ પાડવી, એટલે કે દો ગજ કી દુરી ને જીવનમાં વણી લેવું જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application