ઇકરામ મલેક દ્વારા નર્મદા:નર્મદા માં ગત ૧૧ મેં એ એક કોરોના પોઝીટીવ કેસ આવ્યા બાદ આજે એ દર્દીને રજા આપવામાં આવી હતી ત્યારે ટેસ્ટિંગ માં ગયેલા બ્લડ સેમ્પલ નો રિપોર્ટ બપોર બાદ આવતા એક બાળક સહિત બે નવા પોઝીટીવ કેસ નિકળતા નર્મદા જિલ્લો ગ્રીન ઝોન માં જશે તે વાત પર બ્રેક લાગી છે. સરકાર ના લોકડાઉન-૪ માં થોડા દિવસો થી વેપાર ધંધા બાબતે રાહત હતી, લોકોનુ જન જીવન ધબકતું દેખાઈ રહ્યુ હતું. બે દિવસ થી નર્મદા જીલ્લા માં પૂરતી એસટી બસો પણ શરૂ થઈ હતી સાથે ગુરુવારે સવારે કોવિડ-૧૯ માં સારવાર લઈ રહેલા છેલ્લા પોઝીટીવ આવેલા આરોગ્ય કર્મચારી અશોક ચાવડા સ્વસ્થ થતાં તેમને પણ રજા અપાઈ હતી પરંતુ ટેસ્ટિંગ માં મોકલાયેલા બ્લડ સેમ્પલ નો બપોર બાદ રિપોર્ટ આવતા તેમાં એક રાજપીપળા દરબાર રોડ પર રહેતા દીપકભાઈ બુદ્ધિ સાગર રાવલ (૪૮)અને નાંદોદ ના મયાસી ગામનો ૧૦ વર્ષીય બાળક સાગર સુરેશ ભાઈ વસાવા નો રીપોર્ટ પોઝીટીવ આવતા ફરી નર્મદા નું ગ્રીન ઝોન માં જવાના સપનું રોળાયુ હતું.
high light-રાજપીપળા દરબાર રોડ પર રહેતા દીપકભાઈ બુદ્ધિ સાગર રાવલ (૪૮)અને નાંદોદ ના મયાસી ગામનો ૧૦ વર્ષીય બાળક સાગર સુરેશભાઈ વસાવા નો બ્લડ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે,
high light-ગત ૧૧ મેં ના દિવસે અશોક ચાવડા નામના આરોગ્ય કર્મચારી નો બ્લડ રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે સવારે તે સ્વસ્થ થતા રજા અપાયા બાદ બીજા બે નવા પોઝીટીવ કેસ આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500