તાપી:જિલ્લા રોજગાર કચેરી-તાપી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લામાં પ્રથમ વખત રોજગાર વાંચ્છુક દિવ્યાગં ઉમેદવારો માટે રોજગારી ભરતી મેળો” નું આયોજન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોનગઢ, ખાતે યોજાયો હતો.આ રોજગાર ભરતી મેળોમાં તાપી જીલ્લાના આશરે ૩૦૦ થી વધુ દિવ્યાગં ઉમેદવારો અને ૩૫૦ જેટલા અન્ય ઉમેદવારો રોજગારી મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
દક્ષિણ ગુજરાતના ૧૩ થી વધુ નોકરીદાતાઓ દ્વારા આશરે ૫૦૦ જેટલી રેગ્યુલર,એપ્ર્ટેન્ટીસ અને દિવ્યાંગો માટેની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે ૧૨૦ જેટલા દિવ્યાંગ ઉમેદવારો અને અન્ય ૧૦૦ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થયેલ છે.જિલ્લા રોજગાર કચેરીની ટીમે તાપી જીલ્લાના બેરોજગાર યુવક-યુવતીઓને રોજગારી મળી રહે તે માટે તાપી જીલ્લામાં પુરતા પ્રમાણમાં ઉદ્યોગો ન હોવા છતાં અન્ય જીલ્લાના નોકરી દાતાઓનો સંપર્ક કરીને તા.૩૦મી મે નારોજ યોજાયેલ “રોજગાર ભરતી મેળોમાં ઉપસ્થિત રાખ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application