Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:જળ અભિયાન સમાપન સમારોહમાં માહિતી ખાતા દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શને લોકોમાં આકર્ષણ જમાવ્યું

  • May 31, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ટોકરવા ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન દક્ષિણ ગુજરાતના કન્વીનર અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની અધયક્ષતામાં યોજાયેલા જળ અભિયાન સમાપન સમારોહ દરમિયાન જિલ્લા માહિતી કચેરી,વ્યારા દ્વારા તાપી જિલ્લામાં જળ અભિયાન અંતર્ગત થયેલા કામોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ઉચ્છલના ટોકરવા ખાતે યોજાયેલા જળ અભિયાન સમાપન સમારોહ દરમિયાન માહિતી કચેરી,વ્યારા દ્વારા જિલ્લામાં જળ અભિયાન અંતર્ગત થયેલી કામગીરીનો ચિતાર રજૂ કરતું સચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં એકઠી થયેલી જનમેદનીએ પ્રદર્શનની મુલાકાત લઇ જિલ્લામાં જળ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરી વિગતોથી વાકેફ થઇ હતી.આ પ્રદર્શનની સાથોસાથ જિલ્લા માહિતી કચેરી,વ્યારા દ્વારા સરકારની વિવિધ યોજનાઓને લગતા સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.જેને પણ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application