તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ટોકરવા ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાનના દક્ષિણ ગુજરાતના કન્વીનર અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં નર્મદા જળકળશનું પૂજન કરી તાપી જિલ્લામાં ચાલતા સુજલામ સુફલામ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
તા.૧લી,મેથી સમગ્ર રાજયમાં શરૂ થયેલા સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું આજે તા.૩૧મી,મેના રોજ સમગ્ર રાજયમાં એકસાથે નર્મદા જળકળશ પૂજન કરી સમાપન કરવામાં આવ્યું હતું.તાપી જિલ્લામાં ઉચ્છલના ટોકરવા ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાનના દક્ષિણ ગુજરાતના કન્વીનર અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદીની અધ્યક્ષતામાં અને પ્રભારી સચિવ મિલિન્દભાઇ તોરવણેની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાનો સુજલામ સુફલામ જળસંચય અભિયાન સમાપન સમારોહ યોજાયો હતો.સમાપન સમારોહમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા પૂર્ણેશભાઇ મોદીએ રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલા જળસંચય અભિયાન અંગે જાણકારી આપી અભિયાનની ફળશ્રુતિ વર્ણવતા જણાવ્યું હતું કે,અભિયાન દરમિયાન કરવામાં આવેલા જળસંચયના કામો થકી રાજયની જળસંગ્રહ શક્તિમાં અગિયાર હજાર લાખ ઘનફુટનો વધારો થશે.તેમણે સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને કરેલી વર્તમાન સરકાર હર હાથ કો કામ, હર ખેત કો પાની આપવાની દિશામાં આગળ વધી રહે છે એમ ઉમેરી આગામી દિવસોમાં ખેડૂતો પોતાના ખેતરમાં જ સૌરઉર્જાની મદદથી વિજળી ઉત્પન્ન કરી આર્થિક ઉપાર્જન કરી શકે એવી યોજના રાજય સરકાર દ્વારા લાવવામાં આવનાર હોવાનું જણાવી તાપી જિલ્લામાં જળસંચય અભિયાનની સફળતામાં સહભાગી તમામનો આભાર વ્યકત કર્યો હતો.જિલ્લા કલેકટર એન.કે.ડામોરે સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ તાપી જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીની વિગતે જાણકારી આપી હતી.રાજયના ઘેટા અને ઉન વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અમરસિંહભાઇ ખાંબલિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application