Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા પાલિકા વેરા વધારા ના મિશન સામે લોકો નો આક્રોશ જોતાં પ્રમુખે પીછે હઠ ના સંકેત આપ્યાં

  • May 19, 2020 

ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:રાજપીપળા નગરપાલિકા રાજપીપળા પ્રમુખ તરફ થી પ્રેસ કોન્ફરન્સ બોલાવવા મા આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ વેરાવધારા ની ઝુંબેશ થી લોકો મા ઉદભવેલા આક્રોષ ને ઠારવાનો હોય તેમ જણાય આવ્યુ હતુ. આ પ્રેસવાર્તા મા વેરાવધારા ના સમર્થન મા સહી કરનાર ૧૮ પૈકી ૯ સભ્યો હાજર રહેતાં તર્કવિતર્ક સર્જાયા હતાં, સત્તાધારી ભાજપ પ્રમુખ ની આ પ્રેસવાર્તા મા વિપક્ષ કોંગ્રેસ ના નેતા મુન્તજીર શેખ આક્રમક રીતે ભાજપ પ્રમુખ જીગીષાબેન ભટ્ટ ના સમર્થન મા ઉતરી પડ્યાં હતાં અને શોષિયલ મિડીયા ના વિરોધ ને ત્રીજી પાર્ટી નુ કાવતરુ ગણાવી નાખ્યું હતું. રાજપીપળા નગરપાલિકા એ લોકડાઉન મા સભ્યો ની મિટીંગ બોલાવ્યાં વગર જ બહાર પાડેલા જાહેરનામા થી લોકો ના માથે તોતિંગ વેરા વધારા નો માંચડો તૈયાર કરી નાંખતા લોકો મા આક્રોષ ફાટી નીકળ્યો હતો. શોશિયલ મિડીયામા નગરજનો સતત બળાપો કાઢી રહ્યા હોવાથી અને અસંતુષ્ટ લોબી પણ સક્રિય બની હતી,  નગરજનો એ આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા ને આ બાબતે પોતાનુ સ્ટેન્ડ ક્લીયર કરી મત જાણવાની શોષિયલ મિડીયા મા માંગ ઉપડતાં, સાંસદે પણ ભાજપ અગ્રણીઓ ની મિટીંગ લઈ નિવેદન આપ્યું હતું, અને કહ્યું હતું કે પ્રજા નો મત જાણવાનો પ્રયાસ કરવામા આવશે બાદ સ્પષ્ટીકરણ થશે. રાજપીપળા શહેર ભાજપ મહામંત્રી રાજેન્દ્ર પટેલ નો જાતે ગટર સાફ કરતાં ફોટા વાયરલ થતાં નગરપાલિકા ની સફાઈકામ ની ઉણપો અખબારો મા સતત જગ્યા મેળવી રહી હતી અને પાલીકા ઉપર સતત માછલાં ધોવાય રહ્યા હતા,આગામી ટુંક સમયમાં જ પાલિકા ની ચુંટણી આવી રહી હોવાથી સત્તા અને વિપક્ષ બંન્ને નુ પ્રજા વચ્ચે જતાં પગ ભારે બને તેમ હોય કદાચ આવનાર કપરાં ચઢાણ ને પારખી જઈ પાલિકા સત્તાધારી અને વિપક્ષ ની જુગલ જોડી ને બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ બની શકે. અમે આગામી સામાન્ય સભા મા લોકો નો મત અને વાંધા જાણવાની કોશિશ કરીશું અને અમે જે સુચિત વેરાવધારા નુ જાહેરનામુ પાડ્યુ છે એટલું વધું વધારો નહીં કરીએ સામાન્ય વધારો કરીશુ તેવુ સતત રટણ પાલિકા પ્રમુખે કરી રાખ્યુ હતુ. આગામી દિવસો મા જોવું રહ્યુ કે પરિસ્થિતિ કેવો વણાંક લેશે. High light-સત્તાધારી ભાજપ ના સમર્થન મા કોંગ્રેસ પ્રમુખ અને અપક્ષો પણ જોડાતાં આશ્ચર્ય સર્જાયુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application