તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના વ્યારા ખાતે આદિવાસી એકતા અને વિકાસ મંચ દ્વારા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને સુમુલ ડેરી દ્વારા પોષણક્ષમ ભાવ નહીં આપવા સહિત વિવિધ માંગણીઓ સાથે વ્યારા નગરમાં રેલી કાઢી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ રેલીમાં હજારોની સંખ્યામાં સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો જોડાયા હતા.જે માટે પોલીસ વિભાગ દ્વારા પણ કાયદો વ્યવસ્થા જાળવવાને માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પશુપાલકોનો આરોપ છે કે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને સુમુલ ડેરીના સંચાલકો ઘણા સમયથી વિવિધ મુદ્દાઓને લઈને લૂંટી રહ્યા છે.જેથી આદિવાસી એકતા અને વિકાસ આંદોલન દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી અને સુમુલ ડેરી વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.રેલીમાં જોડાયેલા પૂર્વ મંત્રી તુષાર ચૌધરીએ સુમુલ ડેરીના સંચાલકો પર ટેન્ડરમાં ગોટાળા કરતા હોવાનો આરોપ લગાવ્યો.તો પશુપાલકોએ કહ્યું કે માગણી પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.આ રેલીમાં મહિલાઓ પણ જોડાઈ હતી.રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે આજરોજ પશુપાલકોની યોજાયેલી વિશાળ રેલીમાં હજારોની સંખ્યામાં પશુપાલકો સહિત વિવિધ સંગઠનના લોકો જોડાયા હતા.સુમુલ ડેરી દ્વારા જ્યારથી વિવિધ દૂધ ઉત્પાદન મંડળીઓ પર ફેટ મશીન મુકવામાં આવ્યા છે.ત્યારથી પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવો નથી મળતા બીજી તરફ સુમુલ ડેરી દ્વારા આજ દૂધને મોંઘા ભાવે વેચી તગડો નફો કમાઈ રહ્યા હોવાના વિવિધ મુદ્દાઓ સાથે વિશાળ સંખ્યામાં વ્યારા ખાતે રેલી કાઢવામાં આવી હતી.આ રેલીમાં લગભગ ૪ થી પાંચ હજાર જેટલા પશુપાલકો જોડાયા હતા.પશુપાલકોની માંગ છે કે જો સુમુલ ડેરી અને તેના સંચાલકો તેમની આ માંગને અનુસરશે નહીં તો તેઓ દ્વારા સુમુલ ડેરીને દૂધ આપવાનું બંધ કરી દેશે.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application