Tapi mitra News:વલસાડ જિલ્લાના બલીઠા-વાપી વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં આ વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ સી.આર.ખરસાણે એપેડેમીક ડીસીઝ એકટ અન્વયે મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી કલસ્ટર કન્ટાઇનમેન્ટ અને બફર ઝોન નક્કી કરી તા.૨૯/૫/૨૦૨૦ સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે અનુસાર બલીઠા ગામમાં આવેલી ગફુરભાઇની ચાલ, શુભ એપાર્ટમેન્ટ, ઝરીન એપાર્ટમેન્ટ, ગફુરભાઇ એપાર્ટમેન્ટ, ચીસ્તીયા બિલ્ડિંગ, મોલીન કુરેશી, સ્વસ્તિક એપાર્ટમેન્ટ તેમજ ઝુબેર ઓટો ગેરેજ (ને.હા.નં.૪૮ ઉપર) સ્વસ્તિક ગેરેજ, ક્રિષ્ના ઓટોપાર્ટસ, પૂજા ઇલેક્ટ્રોનિક, સુપર ઓટો ઇલેક્ટ્રોનિક, રોસન સીટવર્ક, રાલકો ટાયર, એ.કે.બેટરી, સુપર મોટર ગેરેજ, સબસાર ગેરેજ, હરીઓમ કૃપા, ભંડારવાડ, બુડાણીયા ફળિયા, છાણિયા ફળિયા, વિસ્તારને કલસ્ટર કન્ટાઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારની સરહદ સીલ કરી તેમાં તમામ પ્રકારની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કન્ટાઇનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ ઓપીડી અને મેડીકલ ક્લીનીક ચાલુ કરી શકાશે નહીં. આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધી સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાની શરતે મુક્તિ આપવામાં આવે છે. જ્યારે બલીઠા ગામના અન્ય તમામ વિસ્તારને બફર ઝોન તરીકે સમાવેશ કરાતાં આ વિસ્તાર માટે આવશ્યક સેવાના પુરવઠા સંબંધિત અવરજવર ઉપર નિયંત્રણ રાખી આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૮-૦૦ થી ૦૨-૦૦ કલાક સુધી સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાની શરતે મુક્તિ આપવામાં આવે છે.
આ કલસ્ટર કન્ટાઇનમેન્ટ અને બફર ઝોનમાં દ્વિચક્રિય વાહન ઉપર એક વ્યક્તિ અને ત્રણ/ ચાર ચક્રીય વાહનમાં બે થી વધુ વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે નહીં.આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા વ્યક્તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેઓ તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં.આ હુકમનો ભંગ કરના વ્યક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500