Tapi mitra News:કોરોના વાયરસ ડીસીઝ-૨૦૧૯ ઍ કોરોના વાઇરસથી થતો રોગ છે. તેના લક્ષણો તાવ આવવો, માથાનો દુખાવો, ખાંસી, વહેતુ નાક, ગળાનો દુખાવો અને શ્વાસની તકલીફ છે. તેનાથી બચવા આટલુ કરવું જોઇઍ. ઉધરસ અને છીંક ખાતી વખતે મોં અને નાકને રૂમાલથી ઢાંકીઍ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાનું રાખીઍ,સ્પિરીટ આધારીત હેન્ડવોશનો ઉપયોગ કરીઍ. માંદગી સમય દરમિયાન આંખ,નાક અને મોંને સ્પર્શ કરવો નહિ. વીટામીન સી યુક્ત પદાર્થો અને ફળોનો ઉપયોગ કરીઍ.નાક અને મોં ઢંકાય તે માટે માસ્કનો ફરજીયાત ઉપયોગ કરીઍ
કોવિડ-૧૯ માટે આટલું ખાસ ધ્યાન રાખવું જાહેર જગ્યાઍ ન થુંકવું, સંક્રમિત વિસ્તારમાં પ્રવાસ કરવો નહિ. ભીડવાળી જગ્યાઍ ન જવું, હાથ ન મિલાવીઍ,પરંતુ નમસ્તેથી અભિવાદન કરીઍ.
સ્વંયની સારસંભાળ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા આર્યુવેદિક ઉપચાર કરવા જોઇઍ જેવા કે, પ્રતિદિન યોગાસન પ્રાણાયામ કરીઍ, દિવસ દરમિયાન ગરમ પાણીનું સેવન કરીઍ. તુલસીના ૩ થી ૬ પાન, તજ, કાળા મરી, સૂંઠ અને કાળી દ્વાક્ષથી બનાવેલ હર્બલ ટીમાં સ્વાદ અનુસાર ગોળ કે લીંબુનો રસ ઉમેરી દિવસમાં બે થી ત્રણ વખત સેવન કરવું જોઇઍ. ગરમ દુધમાં અડધી ચમચી હળદળ નાખી તેનું સેવન કરીઍ. સવાર સાંજ તલનું કે નાળીયેરનું તેલ અથવા ઘી નસકોરામાં લગાવીઍ. હોમિયોપેથીક ટેબલેટ આર્સેનિક આલ્બ આરોગ્ય સ્ટાફ અને આશાના માર્ગદર્શન હેઠળ લેવી જોઇઍ. અન્ય રોગથી સંક્રમિત વ્યક્તિઓઍ સંભાળ લેવી જોઇઍ જેવા કે, બ્લડપ્રેસર, ડાયાબીટીસ, કેન્સર, હ્લદયરોગ, કીડની રોગના દર્દીઓઍ ડોક્ટરની સલાહ મુજબ નિયમિત સારવાર મેળવવી અને ડોકટરની સલાહ મુજબની દવા લેવી જોઇઍ. હેલ્પલાઇન ૧૧૦૦ નો ઉપયોગ કરી જરૂરી માર્ગદર્શન મેળવવું, ૬૦ વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓઍ પ્રવાસ અને બહારગામ જવાનું ટાળવું, સર્ગભા સ્ત્રીઓઍ આરોગ્ય કર્મચારી તથા તબીબની સલાહ મુજબ સારવાર અને માર્ગદર્શન મેળવવું. ૦૫ વર્ષથી નીચેના બાળકોને પોષણયુક્ત આહાર આપવો અને શરદી ખાંસીના લક્ષણો જણાય કે તુરત નજીકના આશા,આરોગ્ય કર્મચારી અને તબીબનો સંપર્ક કરવો જોઇઍ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500