ઇકરામ મલેક દ્વારા રાજપીપળા:કોરોના મહામારી નો સામનો કરતાં તબીબો અને મેડીકલ સ્ટાફ ને ફ્રન્ટલાઇન કોરોના વોરીયર ના પ્રતિષ્ઠિત ઈલ્કાબ થી સરકારે અને લોકો એ નવાજ્યા છે,હાલ કોરોના મહામારી ચાલી રહી છે. એક તરફ કોરોનાના દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ દિવસ રાત એક કરી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવારથી મહિનાઓ સુધી દૂર રહી ગુજરાતના વિવિધ વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લાના તરોપા PHC ના મેડિકલ ઓફિસર ડો.સંકેત જૈન પોતાની ફરજ પર ગેરહાજર જણાતા નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારીએ આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.
નર્મદા જિલ્લા કલેકટરની એવી સૂચના હાલ કોરોનાની મહામારીના કપરા સમયગાળામાં કોઈ પણ અધિકારીએ પોતાનું હેડક્વાર્ટર પૂર્વ મંજૂરી વિના છોડવું નહિ, સાથે સાથે અન્ય શહેરો માંથી અપ ડાઉન કરવું નહીં. તેમ છતાં અમુક આરોગ્ય અધિકારીઓ નર્મદા કલેકટરના આ આદેશને જાણે ઘોળીને પી ગયા હોય એમ હેડ ક્વાર્ટર પર હાજર ન રહેતા હોવાની બુમો ઉઠી હતી. જેને પગલે નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સુમન પોતાના વિસ્તારની આકસ્મિક વિઝીટમાં નીકળ્યા હતા. દરમિયાન 17મી મેં ના રોજ તરોપા PHC ના મેડિકલ ઓફિસર ડો.સંકેત જૈન પોતાના હેડ ક્વાર્ટર પર ગેરહાજર હતા. ડો.એ.કે.સુમને આ મામલે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલને લેખિત જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.તરોપા PHC ના મેડિકલ ઓફિસર ડો.સંકેત જૈન પોતાના કર્મચારીઓ પણ હેરાન કરતા હતા, કર્મચારી સાથે ખરાબ વર્તન કર્યું હોવાની વાતો આરોગ્ય વિભાગમાં ચર્ચાઈ રહી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, આવા કોરોના મહામારીના કપરા સમયગાળામાં એક તબીબ જો પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવશે તો ભારત કોરોના સામેનો જંગ કેવી રીતે જીતશે એ વિચારવું રહ્યું.
high light-નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સુમને જણાવ્યું હતું કે હું જ્યારે તરોપા PHC પર ગયો ત્યારે ડો.સંકેત જૈન ફરજ પર હાજર હતા નહિ.મેં આ મામલે નોટિસ આપી છે.એ આવશે તો એમને ફેસિલિટી કોરોનટાઇન કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application