Tapi mitra News:સમગ્ર વિશ્વ આજે કોરોના નામક વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર દેશમાં જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન પ્રજાજનોને કોઈ પણ જાતની અગવડ કે મુશ્કેલી ન અનુભવી પડે માટે નવસારી જિલ્લાનું વહિવટી તંત્રના કર્મયોગી અધિકારી-કર્મચારીઓ જિલ્લા કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સંનિષ્ઠતાથી કાર્ય કરી રહ્યાં છે.
નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવા માટે નવસારી જિલ્લા કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા અસરકાર વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે.કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા મથક સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ લોકોની ફરિયાદો – મુશ્કેલીઓના નિરાકરણ માટે કાર્યરત છે. આ કન્ટ્રોલરૂમના ૧૦૭૭ નંબર ઉપર અત્યાર સુધીમાં જિલ્લામાંથી આવેલા ૬૨૬ જેટલા ફોન એટેન્ડ કરી તેની ફરિયાદો સંબંધિત કચેરી/ વિભાગના અધિકારીઓ સુધી પહોંચાડી તેમની ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે. આ કામગીરી અન્વયે જિલ્લા કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલ અને નિવાસી અધિક કલેકટરશ્રી કે.જે.રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત આ કંટ્રોલરૂમમાં સીફટ પદ્ધતિમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, તેમજ ડિસ્ટ્રીક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફીસરશ્રી, નાયબ મામલતદારશ્રી, અન્ય નાયબ મામલતદારશ્રીઓ અને રેવન્યુ ક્લાર્ક તેમજ અન્ય કચેરીઓના કર્મચારીશ્રીઓને ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત રાખવા માટે ફરજ સોંપવામાં આવી છે.નવસારી જિલ્લામાં કાર્યરત આ કંન્ટ્રોલ રૂમ દ્વારા અત્યાર સુધીમાં એટેન્ડ કરવામાં આવેલ ૬૨૬ કોલ પૈકી તબીબી સુવિધા માટે ૬૦, દૂધ પુરવઠા (ડેરી) માટે ૨, આવશ્યક ચીજ વસ્તુઓ માટે ૧૮૨ તથા અન્ય કેટેગરી માટે ૩૮૨ જેટલી ફોન કોલ દ્વારા રજુઆતો મળી હતી. જેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. (આલેખનઃ- રાજકુમાર જેઠવા,સહાયક માહિતી નિયામક,નવસારી)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application