તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ માંથી પસાર થતી રેલ્વે ટ્રક થર્મલ સાઈડીંગ ના થાંભલા નંબર GEB 3/13 અને GEB 3/14 વચ્ચેથી કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ટેલીકોમ વિભાગના રૂપિયા 13,500/- ના કેબલ ચોરી ગયા હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોધાવા પામી છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ માંથી પસાર થતી રેલ્વે ટ્રક થર્મલ સાઈડીંગ ના થાંભલા નંબર GEB 3/13 અને GEB 3/14 વચ્ચેથી કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ટેલીફોન ના કેબલ વાયરો (45 મીટર)કિંમત રૂપિયા 12,000/- અને કામચલાઉ વાયર (48 મીટર)કિંમત રૂપિયા 15,00/- મળી કુલ્લે 13,500/-ના વાયરો ચોરી થઇ ગયા હોવાની ફરિયાદ ટેલીકોમ ડીપાર્ટમેન્ટ ના સેકશન ઈંજીનીયર જ્ઞાનપ્રકાશ ઓમપ્રકાશ નારાયણ રહે,નવાપુર રેલ્વે સ્ટેશન નાઓએ કરી હતી.જેમની ફરિયાદના આધારે અજાણ્યા ચોરટાઓ વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હેકો અનિરૂધ્ધ દેવસિંહ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application