Tapi mitra News:વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ અને ઘાઢ જંગલ વિસ્તાર એવા નાની પલસાણ ગામે પણ ૧૦૮ની ટીમે સમયસર પહોંચી મહિલાની નોર્મલ ડીલીવરી કરાવાઇ હતી.
નાની પલસાણ ગામની ગર્ભવતી મહિલા ગીતાબેનને પ્રસવ વેદના શરૂ થઇ ત્યારે ગામમાં કોઇ વાહન ન મળતાં તેમના ઘરનાઓએ ૧૦૮માં કોલ કર્યો હતો. કોલ આવતાંની સાથે લવકર લોકેશનની ૧૦૮ ટીમના પાઇલોટ મહેશભાઇ ઇએમટી મયુરીબેન સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મહિલાને લઇ કપરાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર જવા નીકળ્યા હતા. પરંતુ ગીતાબેનની પ્રસુતિ વેદના વધતાં તાત્કાલિક ડીલીવરી કરાવવાની પરિસ્થિતિ ઊભી થઇ હતી. જેથી ઇએમટી મયુરીબેને વાહન ઊભું રખાવી નોર્મલ ડીલીવરી કરાવી હતી. અને ગીતાબેનની કોખે સુંદર બાળકનો જન્મ થયો હતો. ડીલીવરી બાદ વધુ તપાસ માટે માતા અને બાળકને કપરાડા ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા. હાલ માતા અને બાળક બન્નેની તબીયત સારી છે. આમ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ૧૦૮ ઇમરજન્સી ટીમની સેવા અંતરિયાળ વિસ્તારના ગામો માટે આશીર્વાદરૂપ બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application