તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી દારૂ ભરેલી વેગનાર કાર સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.જયારે બે જણા ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.ઈંગ્લીશ દારૂ,કાર સહિત કુલ રૂપિયા ૩,૯૮,૮૦૦/- નો મુદ્દામાલ સોનગઢ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી થોડા સમય પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીનગરની ટીમે કારમાં લઇ જવાતો વિદેશીદારૂ ઝડપી પાડ્યો હતો જેમાં ત્રણ જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ હરકત માં આવેલી સોનગઢ પોલીસે પણ આજરોજ એટલેકે ૩૦મી મે નારોજ આરટીઓ ચેકપોસ્ટ પરથી વેગનઆર નંબર જીજે-૦૬-ઈડી-૨૮૪૨ માં લઇ જવાતો પરપ્રાંતીય વિસ્કીની બાટલીઓ નંગ-૧૬૬ જેની કિંમત રૂપિયા ૯૩,૮૦૦/- સાથે ભજનલાલ ભગીરથરામ બીસનોઈ રહે,સંગમ સોસાયટી,આઈમાતા રોડ,અર્ચના સ્કુલની બાજુમાં-સુરત ને ઝડપી પાડ્યો હતો.આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન જપ્ત કરી પુછપરછ દરમિયાન બે ઈસમોના નામ સામે આવ્યા હતા જેમાં પીન્ટુ ઉર્ફે ગૌરખ ભીમરાવ બડોગે રહે,દેવળફળિયું નવાપુર(મહારાષ્ટ્ર) અને અરુણભાઈ બિસનોઈ રહે-કામરેજ ચોકડી-સુરત નાઓએ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા,આ બનાવમાં પોલીસે વેગનઆર કારની કિંમત રૂપિયા ૩ લાખ અને ઝડપાયેલ દારૂની કિંમત રૂપિયા ૯૩,૮૦૦/-,અને એક મોબાઈલ ફોન રૂપિયા ૫,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૩,૯૮,૮૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો,બનાવ અંગે હેડકોન્સટેબલ પ્રકાશભાઈ ધીરૂભાઈની ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ ટાઉન જમાદાર તેજપાલસિંગ કરી રહ્યા છે.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500