ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:રાજપીપળા નગરપાલિકા ના વર્મી પ્લાંટ વાહનખાતા મા દસ વર્ષ થી ફરજ બજાવતાં મકસુદભાઈ સિદ્દીકભાઈ નકુમ ને કોઈપણ દેખાતા કારણ વગર અચાનક નોકરી માથી કાઢી મુકવામાં આવતાં. નિરાશ થયેલાં કર્મચારીએ કલેકટર નર્મદા પાસે ઈચ્છામૃત્યુ ની માંગણી કરાતાં નગર મા સનસનાટી મચી જવા પામી છે.
નગરપાલિકા રાજપીપળા નુ કથળેલુ વહીવટ અવાર નવાર અખબારો મા સમાચાર બની ને ચમકે છે. નગરપાલિકા ની કંગાળ આર્થિક હાલત નુ મુખ્ય કારણ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ છે એ હવે સ્પષ્ટ બની ચુક્યુ છે. કોરોના મહામારી ના સંકટ વચ્ચે કોઈ એ પણ કામદારો ને નોકરી મા થી કાઢવા નહીં કે એમના વેતન રોકવા નહીં તેવી વડાપ્રધાન શ્રી ની અપીલ હોવાં છતાં, ચીફઓફીસર જયેશપટેલે આ કર્મચારી ને તથા અન્ય કર્મચારીઓ ને ધરાર છુટા કરી દેતાં ચીફ ઓફીસર જયેશપેટલ આપખુદ અને મનમાની કરતાં હોવાનો ભાવ પેદા થયો છે.
નગરપાલિકા ને વિખેરી નાંખવાની અને સરકાર હસ્તક કરી લેવાની ભલામણ પણ તેઓ કરી ચુક્યા છે,નગરજનો ના માથે આકરો કરવેરા ના બોજ ની રુપરેખા તૈયાર કરવામા પણ તેઓ એ ચાવીરુપ ભુમીકા નિભાવી છે.બપોતે કડક અધિકારી છે તેવી ભ્રમણા મા રાચતા ચીફ ઓફીસર નગરપાલિકા ની ચૂસી લેનારા ભ્રષ્ટાચારી લોકો પ્રત્યે ચુપ છે, હાલ મા પણ વ્હાલા-દવલાં ની નીતિ અનુસાર ઘણા બધાં એવા નકામા લોકો ઉંચો નિમણૂંકો ભોગવી રહ્યા છે અને વર્ષે દહાડે ખાસ્સો એવો મલાઈદાર પગાર ખાઈ રહ્યા છે જેને કાઢી મુકવામાં આવે તો નગરપાલિકા ના વહીવટ ને ઉની આંચ આવે તેમ નથી.છતાં ગ્રાઉન્ડ ઉપર કામ કરતાં અને જરુરી કામદારો ને કાઢવામા આવી રહ્યા છે અને નકામા કર્મચારીઓ ને છાવરવામાં આવી રહ્યા છે. ચીફ ઓફિસર જયેશ પટેલ પાડા ના વાંકે પખાલી ને ડામ આપવાનું કામ કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application