Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના નિર્ણયોને આવકારતા આદિજાતિ વિકાસમંત્રી રમણલાલ પાટકર

  • May 13, 2020 

Tapi mitra News:કોરોના સંકટ મહામારી દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેદ્રભાઇ મોદી દ્વારા આત્‍મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ૨૦ લાખ કરોડની કરોડની જંગી રકમ દેશના વિકાસમાં ફાળવતા રાજ્‍યના આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે આ નિર્ણયને આવકાર્યો છે. આ નિર્ણય થકી દેશની પ્રગતિમાં વેગ મળશે. એમ.એસ.એમ.ઇ. માટે ખાસ ધ્‍યાન આપીને લોનમાં રાહત સહિતની જાહેરાત કરી કુટીર, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને બેઠા કરવાનો પ્રયાસ કરાયો છે. ઉદ્યોગોને લાભો પહોંચાડવા એમ.એસ.એમ.ઇ.ની વ્‍યાખ્‍યામાં પરિવર્તન કરાયું છે. હવે ૨૫ લાખના બદલે એક કરોડ સુધીના ધંધાને માઇક્રો યુનિટ ગણવામાં આવશે. જેથી એમ.એસ.એમ.ઇ.નો વ્‍યાપ વધશે. પગારના ૨૪ ટકા રકમ સરકાર જમા કરાવશે, જેથી ૧૫ હજાર કરતાં ઓછા પગારધારકોને લાભ થશે. એમ.એસ.એમ.ઇ. લોન માટે ૧૦ હજાર કરોડની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના મહામારીને પહોંચી વળવા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્‍યના ૬૫ લાખ ગરીબ પરિવારોને વિનામૂલ્‍યે ત્રણ મહિના સુધીનો અનાજ પુરવઠો આપવામાં આવ્‍યો છે. શ્રમિકોને એમના વતન મોકલવા ખૂબ જ ઝડપી અને સુરક્ષિત પહોંચે એવા નિર્ણયો લઇ સરાહનીય કાર્ય કર્યું છે. ગુજરાતની જનતાને સુરક્ષિત રાખવા જે નિર્ણયો લીધા છે, જે નિર્ણયોને મંત્રીશ્રી રમણલાલ પાટકરે હૃદયથી આવકાર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application