ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:ગત તા 2/05/2020 ના રોજ ફરિયાદી હેમંત મહેશભાઇ પટેલ ના કુંવરપુરા ગામે મણીનાગેષ્વર મંદિર પાસે ના તરબુચ ના ખેતર મા આરોપી કાલીયા સુભાષ અને વજેસીંગ વસાવા નાઓ ગેરકાયદેસર પ્રવેશ કરી ને તરબુચ તોડતાં હતાં, રખેવાળ રણજીતભાઈ વસાવા એ રોકતાં, આરોપીઓ એ રખેવાળ ને લાકડી થી ફટકાર્યો હતો,અને નાસી છૂટ્યા હતા.
તા.05/05/2020 ના રોજ ફરિયાદી હેમંતભાઈ મહેશભાઇ કા.પટેલ અને તેમના પિતા મહેશભાઇ અને મોટાં ભાઈ ગૌરવ મહેશભાઇ ક.પટેલ નાઓ કુંવરપુરા ખાતેના પોતાના ખેતરે તરબુચ તોડી ને બજાર મા વેચવા ના કામ અર્થે સવાર ના પહોર મા મજુર માણસો અને વાહન લઈ ને ગયા હતા, અને તરબુચ તોડી ને વાહન મા ભરી રહ્યાં હતાં તે દરમિયાન આરોપી કાલીયાભાઈ સુભાષભાઈ વસાવા, રહે.કુંવરપુરા નાઓ આવી પહોંચ્યા હતા અને ફરિયાદી ને કહ્યું હતું કે તે દિવસે મારા મામા વજેસીંગ એ તારા ખેતર માથી તરબુચ ખાઈ લીધું તો શું થઈ ગયું, લે તને એને પૈસા આપી દઉં, તેથી અમો એ કીધું કે રાત્રે શા માટે તરબુચ ખાવાં આવો છો. તેમ કહેતાં કાલિયા સુભાષ ઉશકેરાઈ ગયેલ અને ગમેતેમ ગાળો બોલવા લાગેલ મારાં પિતા અને ભાઈ વચ્ચે પડતા આરોપી ત્યાંથી જતો રહેલ અને થોડી વાર મા વજેસીંગ સહીત અન્ય પાંચ ઈસમો ને હાથ મા લાકડીઓ ના સપાટા ધારણ કરી ને દેકારા પડકારા કરતા આવી ગયા હતા અને ફરીયાદી સહીત તેના ભાઈ અને પિતા ને મારવા લાગ્યા હતાં. આ મારામારી મા તરબુચ તોડવાનુ કામ કરતાં મજુરો એ વચ્ચે પડી ને છોડાવ્યા હતા, અને આરોપીઓ નાસી ગયા હતા, તરબુચ ભરવા આવેલા વાહન ના ડ્રાઈવરે પોલીસ કંટ્રોલ રુમ મા ફોન થી જાણ કરી દેતાં, પી.સી.આર વાન આવી જતાં ઘવાયેલાઓ ને પહેલાં હોસ્પીટલ અને બાદ મા પોલીસ સ્ટેશને ફરીયાદ દાખલ કરાવવા હેતુ લઈ આવેલાં. ફરીયાદી વ્યવસાયે વકીલ હોવા થી આ વાત ની જાણ વકીલ મંડળ મા ફેલાઈ જતાં વકીલો મા કચવાટ ની લાગણી જન્મી હતી, અને ઠરાવ કરી ને આરોપીઓ ના વકીલ તરીકે કોઈ એ રહેવુ નહીં જો તેમ કરશે તો તેની સામે પગલાં લેવાનો ઠરાવ કરાવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓ ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500