ઇકરામ મલેક દ્વારા રાજપીપળા:નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ અને ખેરપાડા ગામે પશ્ચિમ બંગાળના ૧૫૩જેવા મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો અટવાઈ ગયા હતા તેમણે તાત્કાલિક વતન પરત જવાની માંગ કરી હતી. આ બાબતે નમૅદા જિલ્લાના કલેક્ટર અને મામલતદાર સાગબારા ને પણ રજૂઆત કરવામાં આવી છે.
સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ અને ખેરપાડા ગામે તાપી નદી ના ઉકાઈ ડેમ કિનારે ગત તા.૧૧ જાન્યુઆરી આવ્યા હતા માછી મારી નુ કામ તેમને મળ્યું ન હતું. ધી સાગબારા તાલુકા મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળી ને લીઝ ઈજારો પણ મળ્યો નથી સરકારે લીઝ ઈજારો આપ્યો નથી અને ત્યાર બાદ કોરોના વાયરસ ને લઈને લોકડાઉન હોવાથી આ બધા અટવાઈ ગયા હતા આ બાબતે મંડળી દ્વારા નમૅદા જિલ્લાના વહીવટી તંત્ર તેમજ સાંસદ,ધારાસભ્ય,વનમંત્રીને પણ મોખિક રજૂઆત કરવામાં આવી હતી નમૅદા જિલ્લા કલેક્ટર દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને નાદિયા જિલ્લાના કલેક્ટર ને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ જવાબ મળતો નથી અત્યારે મે માસ શરૂ થઈ ગયો છે આ લોકો બેકાર છે આ બાબતે મંડળી મંત્રી કાંતિ લાલ કોઠારી એ તા. ૩૦ એપ્રિલ ના રોજ નમૅદા જિલ્લા કલેક્ટર ને પણ રજૂ કરી હતી તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ત્યાંના કલેક્ટર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી ૧૫૩ પશ્ચિમ બંગાળના મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો અટવાઈ ગયા છે અને અત્યારે તેમને તેમના વતન જેવું છે આ લોકો ને ગુલાબસીગ રાયસીગ કોઠારી દિલીપ ભાઈ ઉર્ફે મનહર ભાઈ વસાવા મંત્રી કાંતિ ભાઈ કોઠારી તરફથી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર દ્વારા કિટ્સ અનાજ ની વ્યવસ્થા કરવામાં આવી નથી તેઓને ખાવાં ના ફાંફાં પડી રહ્યો છે આમ સામાજિક કાયૅકર ધમેન્દ્ર વસાવા એ જણાવ્યું હતું સરકાર દ્વારા તાત્કાલિક વતન પરત મોકલી આપવામાં આવે એવી માંગ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application