Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉનમાં મનરેગા યોજના હેઠળ ગામના શ્રમિકોને ઘર આંગણે રોજગારી

  • May 13, 2020 

Tapi mitra News:કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં તા.૨પમી માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવાયું છે. આવા સમયે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા ગરીબ પરિવારો પાસે મજૂરી સિવાય અન્‍ય કોઇ કામગીરી ન હોવાથી બચત કરેલા નાણાં ખૂટી જતાં તેઓની મુશ્‍કેલીઓ વધી ગઇ હતી. શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે રાજ્‍ય સરકારે વરસાદી પાણીની સંગ્રહશક્‍તિ વધારવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ વિવિધ ગામોમાં જળસંચયના કામો કરવાની મંજૂરી આપવામાં આવી છે. મનરેગા યોજના હેઠળ ગામના શ્રમિકોને ગામમાં જ રોજગારી મળી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભવાડા ગામે તળાવ ઊંડુ કરવા માટે ગામના સરપંચ રમેશભાઇ ગાયકવાડ દ્વારા ગામમાં જોબકાર્ડ ધરાવતા ૪૦ જેટલા લોકોને મનરેગા હેઠળ કામગીરી કરાવી રોજગારી આપવામાં આવી રહી છે. કોવિડ-૧૯ અંતર્ગત સરકારની માર્ગદર્શિકા મુજબ દરેક શ્રમિકો માસ્‍ક બાંધીને તેમજ સોશિયલ ડિસ્‍ટન્‍સનું અચૂક પાલન કરે છે.ગામના સરપંચ રમેશભાઇ ગાયકવાડ જણાવે છે કે, અમારા ગામમાં મનરેગા યોજના હેઠળ ચાલી રહેલી કામગીરીથી અહીંના કુવા અને બોરના પાણીના તળ ઊંચા આવશે. આ ઉપરાંત ગામના શ્રમિક વર્ગ કે જેઓ માટે મજૂરી સિવાય અન્‍ય કોઇ આવક નથી તેઓને ઘર આંગણે રોજગારી મળતાં તેઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. લોકડાઉનમાં પણ લોકોને રોજગારી મળી રહે તે માટે રાજ્‍ય સરકારે સુજલામ સુફલામ યોજના શરૂ કરી મનરેગા હેઠળ રોજગારી આપી છે, જે અભિનંદનીય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application