Tapi mitra News:ફિલિપિન્સ માં તબીબી શિક્ષણ મેળવવા ગયેલા દેશના ૧૩૯ વિદ્યાર્થીઓને વિશેષ વિમાન મારફતે સરકારના પ્રયાસોથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા, આ વિદ્યર્થિઓ પૈકી ૨૧ જેટલા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને તાપી જિલ્લા માં ખસેડાયા છે, જેમને વ્યારાના ટીચકપુરા ગામની શાળાના હોસ્ટેલની છાત્રાલય માં રાખવામાં આવ્યા છે.
દુનિયાભરમાં ફેલાયેલ કોરોનાના કહેર વચ્ચે વિદેશોમાં ફસાયેલ મૂળ ભારતીય નાગરિકોને લાવવાની કવાયત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે, જે પૈકી ફિલિપાઇન્સ માં રહી તબીબી અભ્યાસ કરતા તાપી જિલ્લાની હદને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદરબાર, ધુલીયા જિલ્લાના ૨૧ વિદ્યાર્થીઓને તાપીના વ્યારા તાલુકાના ટીચકપુરા ગામે આવેલ આદર્શ નિવાસી શાળાના છાત્રાલય બિલ્ડિંગમાં તબીબી સ્કેનિંગ કર્યા બાદ રાખવામાં આવેલ છે, જેઓને સરકારની ગાઇડલાઇન મુજબ તેમના વતન મોકલવામાં આવશે. સૂત્રો અનુસાર તમામ વિદ્યાર્થીઓ આજે સરકારી બસમાં સુરતના માર્ગે તાપી જિલ્લામાં પ્રવેશ્યા હતા પરંતુ મહારાષ્ટ્ર ની બોર્ડરમાં પ્રવેશ માટે પરમિશનની વ્યવસ્થા થઇ ન હોવાથી તેઓ રઝળ્યા હતા. તંત્ર દ્વારા પ્રવેશની પરમિશન ન મળે ત્યાં સુધી વ્યારા ખાતે રાખવાનું આયોજન હાથ ધરતા વિધાર્થીઓને હાલ વ્યારાના ટીચકપુરા ગામે આવેલી આદર્શ નિવાસી શાળામાં આરોગ્ય વિભાગની દેખરેખ માં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application