Tapi mitra News:વ્યારા બાયપાસ નેશનલ હાઇવે માર્ગ ઉપર થયેલ અકસ્માતમાં ટાટા સુમો ફોરવીલ ગાડીનો ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું,વ્યારા પોલીસ મથકે બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર લોકડાઉનમાં હાઇવેના માર્ગો મોટેભાગે ખાલી જ નજરે પડતા હોય છે. જેના કારણે કેટલાક વાહનો ચાલકો પોતાનું વાહન રોકેટગતિએ હંકારતા હોય છે. અને અકસ્માતનો ભોગ બની જતા હોય છે. તેમાં કોઈ બે મત નથી. તા.11મી મે નારોજ વ્યારાના વીરપુર ગામની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ નંબર 53 પર સાંજ ના 7:00 વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે દોડતી એક ટાટા સુમો ફોરવીલ ગાડી નંબર GJ-06-AX-8013 ના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટાટા સુમો ગાડી હવામાં ફંગોળાઈ હતી. સુત્રો અનુસાર અસ્કામત ખુબ જ ભયંકર હતો, હવામાં ફંગોળાઈલી ગાડી એક ઝાડ સાથે અથડાયા બાદ ચાલુ વીજલાઈનના થાંભલા સાથે અથડાઈને પલટી થઈ હતી. જેના કારણે વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ગાડીમાં તપાસ કરતા ટાટા સુમો ચાલક ઘનશ્યામભાઈ પ્રદીપભાઈ સાવળે (ઉ.વ.35) રહે,વીઆઈપી રોડ,વડોદરા નાઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે કિરણભાઈ પ્રદીપભાઈ સાવળે રહે,વડોદરા નાઓની ફરિયાદને આધારે વ્યારા પોલીસ મથકે બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application