ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:"કહેવાય છે કે સરકાર જે વસ્તુ ઉપર પ્રતિબંધ મુકે છે તેની દાણચોરી શરુ થઈ જાય છે" એ ઉક્તિ ને વારંવાર યથાર્થ ઠેરવતી ઘટનાઓ ઉપરા-છાપરી સામે આવી રહી છે. પ્રતિબંધ થી ઉભી થયેલી માલ ની અછત અને અછત ને કારણે ગુટકા અને તમાકુ ના વ્યસનીઓ પોતાની તલપ પુરી કરવા માટે મોં માંગ્યા ભાવ આપવા તૈયાર છે. આ તક નો ભરપુર લાભ ઉઠાવવા માટે કેટલાંક અસામાજિક તત્વો ટાંપી ને બેઠા હોય છે.
હાલ કોરોના વાયરસ મહામારી ને પગલે નર્મદા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ બહાર પાડેલા જાહેરનામા મુજબ તમાકુ અને તેની બનાવટો ના વેચાણ અને વપરાશ ઉપર હંગામી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તેનો ભંગ કરતા ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરવાની સુચના પોલીસ અધિક્ષક નર્મદા હિમકરસિંહ તથા ના.પો.અધિક્ષક રાજપીપળા ડીવીઝન રાજેશભાઇ પરમારના ની સુચના અને માર્ગદર્શન મુજબ પાન પડીકી અને તમાકુ ઉપર હાલમાં પ્રતિબંધ હોય જે સબંધે કડક ચેકિંગ કરી કેસો કરવા સુચના મળેતા તા.૦૮/૦૫/૨૦૨૦ ના રોજ આમલેથા પોલીસ સબ ઇન્સ.ડી.એ.ક્રિશ્ચન સ્ટાફ સાથે રાજપીપળા નજીકની વિરપોર ચોકડી ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે દરમ્યાન એક આઇસર ટેમ્પો નંબર જીજે-૧૫ ઝેડ ૧૯૧૦ આવતા તેમાં ચેક કરતા ટેમ્પોના ડ્રાઇવર અર્જુન પુન્નાવાસે મોર્ય રહે. હાજી બંદર રોડ મુબઇ,મહારાષ્ટ્ર ને વાહનમાં શું ભરેલુ છે ?? તેમ પુછતા તેણે વિમલ પાન પડીકી તથા તમાકુ વલસાડ થી રાજપીપળા ભરી લઇ જતો હોવાનું જણાવ્યું હતું.જેથી ટેમ્પો ચેક કરતા ટેમ્પોમાં વિમલ પાન પડીકી ના કોથળા નંગ-૧૦૦ તથા તમાકુના કોથળા નંગ-૨૦ કુલ કિ.રૂ.૯,૧૨,૯૮૩ નો મુદ્દામાલ મળી આવેલ જેથી આમલેથા પોલીસે આઇસર ટેમ્પો નંબર જીજે-૧૫ ઝેડ ૧૯૧૦ ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા વિમલ પાન પડીકીના મળી કુલ કિ.રૂ.૧૪,૧૨, ૯૮૩/-નો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક અર્જુન પુન્નાવાસે મોર્ય વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. અહીંયા એ સ્પષ્ટ કરવુ જરુરી છે કે હાલ પ્રતિબંધિત તમાકુ અને તેની બનાવટો ની દાણચોરી કરનાર અને એ મોત નો માલ મંગાવનાર વેપારીઓ અને ઈસમો ના જુથ ને શોધી કાઢવું પણ એટલું જ જરુરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application