તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના જેસિંગપુરા એરિયામાં ૪૨ વર્ષીય શખ્સની હત્યા કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ઘટના ની જાણ પોલીસને થતા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર તા.૨૬મી મે નારોજ,વ્યારા તાલુકાના જેસિંગપુરા ગામના સામરી ફળિયામાં રાજેશભાઈ નારસિંગભાઈ ચૌધરી (ઉ.વ.૪૨)ની કોઈ અજાણ્યા ઇસમે હત્યા કરી હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઇ છે.હત્યારાએ ઓઢણી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાનો બનાવ પોલીસ ચોંપડે નોંધાયો છે.ટીનાબેન રાજેશભાઈ ચૌધરીની ફરિયાદ ને આધારે અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.હાલ પોલીસ હત્યારે ને શોધવા માટે સમગ્ર ઘટનાની બારીકાઈથી તપાસ કરી કરી રહી છે.બનાવ અંગે આગળની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.જી.રાઠોડ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application