Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાથી 17 પરપ્રાંતિયોને તેમના વતન રવાના કરાયા

  • May 08, 2020 

Tapi mitra News-"લોકડાઉન" ને કારણે તાપી જિલ્લામા આશ્રય મેળવી રહેલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન જવાનો માર્ગ મોકળો થતા, જિલ્લા વહીવટી તંત્રે તેમને તેમના વતન મોકલવાની કવાયત શરૂ કરતા, આવા આશ્રિત શ્રમિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તાપી જિલ્લામાથી શ્રમિકોને તેમના વતન મોક્લવાના ભાગરૂપે આજે વ્યારાના દક્ષિણાપથ વિદ્યાલય ખાતેના શેલટાર હોમમાં આશ્રય મેળવી રહેલા બિહારના 9, ઝારખંડના 5 અને છત્તીસગઢના 3 મળી કુલ 17 વ્યક્તિઓને તેમના વતન રવાના કરાયા છે.દક્ષિણાપથ વિદ્યાલય ખાતેના શેલ્ટર હોમના નોડલ ઓફિસર-વ-તકેદારી અધિકારી શ્રી એચ.એલ.ગામીતના જણાવ્યા અનુસાર, આ શેલ્ટર હોમ ખાતે આશ્રય મેળવી રહેલા કુલ 73 શ્રમિકો પૈકી આજે 17 શ્રમિકોને વ્યારાથી સ્કૂલ બસ દ્વારા પ્રથમ ગોધરા, અને ગોધરાથી રાજય સરકાર દ્વારા કરાયેલી સ્પેશિયલ ટ્રેન મારફત તેમના વતન બિહાર ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે 56 જેટલા આશ્રય મેળવી રહેલા ઉત્તરપ્રદેશના કામદારોને તેમના વતન મોક્લવાની કાર્યવાહી ચાલી રહી છે. તાપી જિલ્લામાંથી પરપ્રાંતિય કામદારોને તેમના વતન મોકલવાની કામગીરીનું આંતરરાજ્ય સંકલન તથા વ્યવસ્થાની કામગીરી નિવાસી અધિક કલેકટર શ્રી બી.બી.વહોનીયા સંભાળી રહ્યા છે. જેમના સક્રિય પ્રયાસોને કારણે આજે તાપીના આ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવામાં જિલ્લા વહીવટી તંત્રને સફળતા મળી છે.ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી જિલ્લામાં આશ્રય લઈ રહેલા કુલ ૧૧૬૬ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન જવા માટે ઓનલાઈન પાસ ઇસ્યુ કરાયા છે.જેની વિગતો જોઈએ તો મહારાષ્ટ્રના ૪૩૧, તમિલનાડુના ૩૧, મધ્યપ્રદેશના ૧૪૪, દમણ અને દિવના ૧૦, કર્ણાટકના ૧૨, રાજસ્થાનના ૪૦૯, દાદરા અને નગર હવેલીના ૩૭, આંધ્રપ્રદેશના ૩૪, દિલ્હીના ૩, કેરાલાના ૧, ઝારખંડના 3, હરિયાણાના ૨૬, ઉત્તરપ્રદેશના ૧, અને તેલંગાણાના ૨૪ મળી કુલ ૧૧૬૬ વ્યક્તિઓને રાજ્ય બહાર જવાની પરવાનગી આપવામા આવી છે. પરપ્રાંતિય કામદારોને વતન મોકલવાની આ કાર્યવાહીમાં વ્યારાના પ્રાંત અધિકારી શ્રી હિતેશ જોશી, અને વ્યારા મામલતદાર શ્રીનો સહયોગ પણ મળ્યો છે, તેમ નોડલ અધિકારી શ્રી ગામીતે વધુમાં જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application